1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં 3જી જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ કોન્કલેવ યોજાશે
વડોદરામાં 3જી જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ કોન્કલેવ યોજાશે

વડોદરામાં 3જી જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ કોન્કલેવ યોજાશે

0
Social Share

વડોદરા, 30મી ડિસેમ્બર 2025: Vibrant Startup Conclave સ્ટાર્ટ-અપ્સ તથા યુવા ઉદ્યોગસાહસિકોને સશક્ત મંચ પૂરો પાડવાના હેતુથી બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન (BMA) દ્વારા લાયન્સ ક્લબના સહયોગથી વાઇબ્રન્ટ સ્ટાર્ટ-અપ સિનેર્જી 2026 નામના સ્ટાર્ટ-અપ કોન્ફ્લેવનું આયોજન આગામી 3 જાન્યુઆરી 2026ના રોજ હોટેલ સુર્યા પેલેસ વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. આ માટે 250થી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે.

આ કોન્ફ્લેવનો મુખ્ય ઉદ્દેશ નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને નેતૃત્વને પ્રોત્સાહન આપી ઉદયમાન સ્ટાર્ટ-અપ્સ તથા યુવા ઉદ્યોગસાહસિકોને સશક્ત મંચ પૂરો પાડવાનો છે. કાર્યક્રમમાં ઉદ્યોગજગતના અગ્રણીઓ, રોકાણકારો, નીતિ નિર્માતાઓ, ઇન્ક્યુબેશન સેન્ટર્સ અને નિષ્ણાતો પોતાના અનુભવો શેર કરશે. આ કાર્યક્રમના માધ્યમથી રોકાણની તકો, નેટવર્કિંગ, સરકારી નીતિઓ, વૈશ્વિક અવસરો અને ઇનોવેશન અંગે મહત્વની ચર્ચાઓ યોજાશે.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલ, ભારતના ભૂતપૂર્વ રાજદૂત એમ. પી. સિંહ તથા એચડીએફસી  બેંકના ચેરમેન (નિવૃત્ત IAS) અતનુ ચક્રવર્તી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અનેક પ્રતિષ્ઠિત વક્તાઓ પણ હાજર રહેશે. મુખ્ય આયોજકો અને બીએમએના પ્રમુખ ડૉ. મુકુન્દ પુરોહિત અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર, લાયન્સ ક્લબ દીપક સુરાનાએ જણાવ્યું કે આ કોન્ફ્લેવ યુવા ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન, નેટવર્કિંગ અને નવા રોજગારના અવસરો પૂરા પાડી સ્ટાર્ટ-અપ્સ તથા MSMEને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.

આ કાર્યક્રમ ગુજરાત તથા વડોદરાની સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક તકો સર્જવા માટે મહત્વનું પગલું બનશે. આ કાર્યક્રમાં મુખ્યત્વે એગ્રીકલ્ચર, ફાર્મા અને ટેક્નોલોજીના આ સેક્ટરમાં વધુ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code