1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના 19 શહેરોમાં કાલે બુધવારે વાગશે યુદ્ધનું સાયરન
ગુજરાતના 19 શહેરોમાં કાલે બુધવારે વાગશે યુદ્ધનું સાયરન

ગુજરાતના 19 શહેરોમાં કાલે બુધવારે વાગશે યુદ્ધનું સાયરન

0
Social Share
  • ઈમરજન્સી સ્થિતિ નહીં પણ મોકડ્રીલ માટે દેશભરમાં અપાયો આદેશ
  • અચાનક કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં
  • મોકડ્રીલના આયોજન અંગે ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી

અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ પેદા થઈ છે. એવામાં ભારત સરકારે આવતીકાલે તા. 7 મેને બુધવારે ગુજરાતનાં 19 શહેરોની સાથે દેશનાં 244 શહેરમાં મોકડ્રિલ યોજવાનો નિર્ણય કર્યો છે, જેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ મોકડ્રિલને લઈ ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ગુજરાતના 19 શહેરોમાં સાંજના 4 વાગ્યે સાયરન વગાડવામાં આવશે

દેશભરમાં આવતી કાલે બુધવારે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોઈ ઈમરજન્સી સ્થિતિ નહીં, પરંતુ એક મોકડ્રીલ એટલે કે યુદ્ધ જેવી સ્થિતિની તૈયારીનો અભ્યાસ છે. આ દરમિયાન ‘યુદ્ધવાળું સાયરન’ વાગશે, જેથી લોકોને જણાવી શકાય કે યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવાનું હોય છે?  1971ના જંગ બાદ પ્રથમવાર ભારત સરકારે આવી મોકડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે. દેશભરમાં આવતી કાલે મોકડ્રિલનું આયોજન કરાયું છે. ત્યારે મોક ડ્રિલના આયોજન અંગે કેન્દ્ર સરકાર સાથે વિડિઓ કોંફરન્સ દ્વારા મિટિંગનું આયોજન કર્યું છે. ગુજરાતમાંથી અધિકારીઓ કેન્દ્ર સરકારની વીસીમાં જોડાયા હોવાની માહિતી છે. સિવિલ ડિફેન્સ DG મનોજ અગ્રવાલ, મુખ્ય સચિવ પંકજ જોશી વીસીમાં જોડાયા હતા. આવતી કાલે ગુજરાતમાં 15 જિલ્લાઓમાં મોકડ્રિલ યોજાશે. જેમાં સાયરન, યુદ્ધ અભ્યાસ, સિવિલ ડિફેન્સ તાલીમ સહિતની બાબતો પર મોક ડ્રિલ યોજાશે. જેમાં  વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, જામનગર, દ્વારકા, ભૂજ, ભરૂચ, ગાંધીનગર, મહેસાણા, ભાવનગર, નર્મદા, નવસારી અને ડાંગનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સિવિલ ડિફેન્સ વિભાગને 7 મે ના રોજ મોક ડ્રિલ તેમજ યુદ્ધ અથવા પાકિસ્તાન દ્વારા હુમલાની સ્થિતિમાં શું કરવાનું એ મામલે માર્ગદર્શિકા બહાર પાડી છે. 1971ના જંગ બાદ પ્રથમવાર ભારત સરકારે આવી મોકડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે. લોકો જાણી શકશે કે, આખરે સાયરન શું હોય છે? કયાં લગાવવામાં આવે છે? તેનો અવાજ કેવો હોય છે? કેટલા દૂર સુધી સંભળાય છે? અને તે વાગે ત્યારે લોકોએ શું કરવું જોઈએ?

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code