સુરેન્દ્રનગર, 9 માર્ચ 2026: 1200 health workers deprived of salary જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ૧૨૦૦થી વધુ કર્મચારીઓને છેલ્લા બે મહિનાના પગાર ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે. નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમમાં ફરજ બજાવતા ડોક્ટરો, નર્સિગ સ્ટાફ, હેલ્થ વર્કરોને ગ્રાન્ટના અભાવે પગાર ન થયાનું જાણવા મળ્યું છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, ૧૨૦૦ કર્મચારીઓના પગારની બાબતની સરકારને જાણ કરી છે. ગ્રાન્ટ આવતાની સાથે તમામ કર્મચારીઓના બિલો બનાવીને પગારની ચૂકવણી કરી દેવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પીએચસી, આરબીએસકે વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરો, સીએચઓ, નર્સિગ સ્ટાફ, હેર્લ્થ વકર, ટેકનિકલ સ્ટાફ સહિતના અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા ૧૨૦૦થી વધુ કમર્ચારીઓને જાન્યુઆરી અને ફેબુ્રઆરી મહિનાનો પગાર કરવામાં આવ્યો નથી. સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા જે પગારના બિલોની ચૂકવણી કરવામાં આવી રહી હતી. તે હવે ટેઝરી ઓફિસને કામગીરી સોંપાવમાં આવી છે. જેને લઇ પગાર અનિયમિત થવા લાગ્યો છે.
આરોગ્ય વિભાગના કર્મચારીઓના કહેવા મુજબ નેશનલ હેલ્થ મિશન પ્રોજેક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી વંચિત છે. ત્રીજો મહિનો ચાલુ છે.૧૨૦૦ થી વધુ કર્મચારીઓ પગાર વગર પોતાનું જીવન ધોરણ ચલાવવા માટે મજબૂર બની રહ્યા છે કામ કર્યું હોવા છતાં પણ તેમને પગાર મળ્યો નથી. આરોગ્ય વિભાગ પાસે પૂરતી ગ્રાન્ટ ન હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું કહેવાય છે. આ અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, ૧૨૦૦ કર્મચારીઓના પગારની બાબતની સરકારને જાણ કરી છે. ગ્રાન્ટ આવતાની સાથે તમામ કર્મચારીઓના બિલો બનાવીને પગારની ચૂકવણી કરી દેવામાં આવશે.


