1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં 12,083 પેટડોગનું રજિસ્ટ્રેશન, નોંધણી ન કરાવનારા સામે પગલાં લેવાશે
અમદાવાદમાં 12,083 પેટડોગનું રજિસ્ટ્રેશન, નોંધણી ન કરાવનારા સામે પગલાં લેવાશે

અમદાવાદમાં 12,083 પેટડોગનું રજિસ્ટ્રેશન, નોંધણી ન કરાવનારા સામે પગલાં લેવાશે

0
Social Share
  • હાથીજણમાં પેટ ડોગબાઈટની ઘટના બાદ 15 દિવસમાં 5548થી વધુ ડોગ રજિસ્ટ્રેશન
  • જર્મન શેફડ, રોટવીલર સહિત ડોગના બિહેવિયર અગે વેબિનાર યોજાશે
  • પેટડોગના મેડિકલ ચેકઅપ અને વેક્સિનેશન સહિતની જાણકારી અપાશે

અમદાવાદઃ શહેરમાં ઘણાબધા લોકો વિવિધ બ્રિડના ડોગ પાળતા હોય છે. તાજેતરમાં શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પેટડોગે હુમલો કરતા બાળકીનું મોત નિપજ્યું હતું, આ બનાવ બાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પેટડોગ (પાળતુ કૂતરા)ના રજિસ્ટ્રેશન માટેનો નિયમ ફરજિયાત બનાવ્યા છે. તેથી છેલ્લા 15 દિવસમાં 5548 પેટડોગનું રજિસ્ટ્રેશન થતા શહેરમાં પેટડોગનું કૂલ રજિસ્ટ્રેશન 12,083 જેટલું થયુ છે. જોકે હજુપણ ઘણાબધા પેટડોગના માલિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. પેટડોગનું રજિસ્ટ્રેશન નહી કરાવનારા તેના માલિકો સામે કડક કાર્યવાહી કરવાનો મ્યુનિએ નિર્ણય લીધો છે. ઉપરાંત જર્મન શેફડ, રોટવીલર સહિતના ડોગના બિહેવિયર અંગે તેના માલિકોને જાણકારી આપવા એક વેબ સેમિનારનું આયોજન પણ કરાશે

અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેસિડેન્સીમાં ગઈ તા. 13 મે 2025ના રોજ એક પાલતું રોટવીલર ડોગે રાત્રિના સમયે 4 માસની બાળકી પર હુમલો કરી દેતા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં લેબ્રાડોર, જર્મન શેફર્ડ, રોટવીલર, સુત્ઝી વગેરે જેવા મધ્યમ અને હાઈબ્રીડ પેટ ડોગના માલિકો માટે ડોગના વર્તન, ટેવ, સારસંભાળ, મેડિકલ ચેકઅપ અને વેક્સિનેશન સહિત અંગેની જાણકારી આપવા માટે ઓનલાઈન વેબિનાર યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પેટ ડોગના માલિકો પોતાના ડોગના વર્તનથી લઈને તેની યોગ્ય રીતે સારસંભાળ અને તેમની પ્રકૃતિ અંગે માહિતગાર ન હોવાના કારણે પેટ ડોગ દ્વારા હુમલાની ઘટના બનતી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે હવે પેટ ડોગના માલિકોને ડોગ ટ્રેનર અને બિહેવિયર એક્સપર્ટ મારફતે જાણકારી આપવામાં આવશે.

એએમસીના સીએનડીસી  વિભાગના વડા નરેશ રાજપૂતના કહેવા મુજબ શહેરના હાથીજણ વિસ્તારમાં પેટ ડોગ દ્વારા નાની બાળકી પર હુમલો કરવાની ઘટના બાદ શહેરમાં પેટ ડોગના માલિકો દ્વારા રજિસ્ટ્રેશન કરાવવાની શરૂઆત થઈ છે. આ સાથે પેટ ડોગના વર્તન અને તેમના એડ્રેસ વગેરે અંગે જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે પેટ ડોગના માલિકો દ્વારા ડોગનું યોગ્ય રીતે સારસંભાળ, તેના મેડિકલ ચેકઅપ અને ખાવાથી લઈને અચાનક બદલાવ અંગે કોઈપણ જાણકારી હોતી નથી તેવું ધ્યાનમાં આવ્યું છે. ડોગના માલિકોએ પોતાના ડોગની યોગ્ય રીતે સારસંભાળ અને તેના નિયમિત ચેકઅપથી લઈને તેના વર્તન ઉપર ધ્યાન આપવું જરૂરી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી એએમસીમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવનારા મધ્યમ અને ઉચ્ચ બ્રીડના ડોગ જેવા કે, લેબ્રાડોર, જર્મન શેફર્ડ, રોટવીલર, સુત્ઝી વગેરે જેવા પેટ ડોગના માલિકો માટે ઓનલાઈન વેબિનાર યોજવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. ડોગ ટ્રેનર અને બિહેવિયર એક્સપર્ટ તેમજ વેટરનરી ડોક્ટર દ્વારા પેટ ડોગના માલિકોને આ બાબતે સમજણ આપવામાં આવશે. જે પેટ ડોગના માલિકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓનલાઈન નોંધણી કરાવી હશે તેવા જ પેટ ડોગના માલિકો આ વેબિનારમાં જોડાઈ શકશે.

અમદાવાદ શેહરમાં હાથીજણ વિસ્તારમાં પેટ ડોગ કરડવાની ઘટના બાદ ડોગ રજિસ્ટ્રેશનમાં એકાએક વધારો થયો છે. છેલ્લા 15 દિવસમાં 5548થી વધુ ડોગ રજિસ્ટ્રેશન થયા છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યાર સુધી (27 મે 2025)માં 10,700થી વધુ માલિકોએ 12,083 જેટલા પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પેટ ડોગના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31 મે 2025 રાખવામાં આવી છે. ત્યાર બાદ જે કોઇપણ રજિસ્ટ્રેશન કરાવશે તો તેની ફી અને પેનલ્ટીમાં વધારો કરવામાં આવશે.

.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code