અમદાવાદ, 3 એપ્રિલ 2026: 2.25 kg of marijuana seized શહેરમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓ દ્વારા સોનાની અને ડ્રગ્સની હેરાફેરી સામે કસ્ટમ વિભાગની બાજ નજર રહેતી હોય છે. ત્યારે બેન્કોકથી આવેલા બે પ્રવાસી પાસેથી 2.25 કિલો ગાંજો પકડાયો છે. તેની આંતરરાષ્ટ્રીય બજારમાં બે કરોડથી વધુ કિંમત થવા જાય છે.
અમદાવાદમાં એસપી પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હેડ્રોપોનિક ગાંજાની દાણચોરીના કિસ્સાઓ સતત વધતાં જઈ રહ્યાં છે. આ ગુનામાં સજાની કડક જોગવાઈ હોવા છતાં આ ગાંજાની ડિમાન્ડને કારણે દાણચોરીના કેસો ઘટવાનું નામ લેતાં નથી. આ દરમિયાન સવારે વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ નં. વીઝેડ- 750 દ્વારા બેંગકોક (ડોન મુઆંગ)થી અમદાવાદ આવી રહેલા બે પ્રવાસીઓ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા. DRI તરફથી મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, એઆઈયુ, અમદાવાદના અધિકારીઓએ વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ નં. વીઝેડ- 750 દ્વારા બેંગકોક (ડોન મુઆંગ)થી અમદાવાદ આવી રહેલા બે ભારતીય નાગરિકોને અટકાવ્યા હતા. તેમની પાસેથી બે કિલોથી વધુ વજનનો ગાંજો મળી આવ્યો હતો. તેની આંતરરાષ્ટ્રીય બજારમાં બે કરોડથી વધુ કિંમત થવા જાય છે.
અમદાવાદના એરપોર્ટ પર બેન્કકોકથી આવેલા બે પ્રવાસીની હિલચાલ શંકાસ્પદ લાગતા તેમના સામાનની ઝીણવટભરી તપાસમાં આઠ વેક્યુમ-સીલબંધ પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા, જેમાં લીલા રંગનો પદાર્થ હતો. પરીક્ષણ કરાવતાં આ પદાર્થ હાઇડ્રોપોનિક ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી અને કુલ 2.254 કિલો પ્રતિબંધિત વસ્તુ જપ્ત કરવામાં આવી હતી. બંને મુસાફરોની NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના જબલપુરના છે. તેઓ કોના માટે અને કોની પાસેથી લાવ્યા હતા તે દિશામાં કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે.


