1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરાના વિરોદ ગામમાં 5.5 ફુટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું
વડોદરાના વિરોદ ગામમાં 5.5 ફુટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું

વડોદરાના વિરોદ ગામમાં 5.5 ફુટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું

0
Social Share

વડોદરા, 2 એપ્રિલ 2026: Crocodile rescued શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને રાતના સમયે મગરો આવી જતા હોય છે. ત્યારે દેણા ચોકડી નજીક આવેલા વિરોદ ગામમાં 5.5 ફુટનો મગર જોવા મળતા ગ્રામજનોએ રાતના 11.30 કલાકે હેલ્પલાઈનનો સંપર્ક કરીને મદદ માગી હતી. આથી મગરોનું રેસેક્યુ કરતી સંસ્થાના કાર્યકર્તા સિદ્ધાર્થ અમીને આ અંગે યશ તડવીને જાણ કરી હતી. જેને પગલે વિશાલ પટેલ, રોહન વસાવા, આયુષ મિશ્રા અને વરૂણ દીક્ષિત તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ પર પહોંચી તપાસ કરતા આશરે 5.5 ફૂટનો મગર ખેતર નજીક એક ઘર પાસે આવી ગયો હોવાનું જણાયું હતું.  આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી, અને તમામની જહેમતની મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અને મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા મગરને નદીમાં છોડવામાં આવશે.

આ બનાવની વિગત એવી છે કે, વડોદરા નજીક આવેલા વિરોદ ગામમાં રાતના સમયે ગ્રામજનોએ મગરને જોતા ફફડાટ વ્યાપી ગયા હતો. અને ગ્રામજનોએ એનજીઓ સંસ્થા અને વન વિભાગને જાણ કરી હતી. એનજીઓ સંસ્થાના કાર્યકર્તાઓ તેમજ વન વિભાગનો સ્ટાફ વિરોદ ગામે દોડી આવ્યો હતો, અને ગામલોકોના સહકારથી મગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો અને બાદમાં વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 417 જેટલા મગરો છે. વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરોનો વસવાટ છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code