1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. યુકો બેન્કના કૌભાંડ કેસમાં પૂર્વ મેનેજર સહિત 6 આરોપીને 5 વર્ષની કેદ અને 1.33 કરોડનો દંડ
યુકો બેન્કના કૌભાંડ કેસમાં પૂર્વ મેનેજર સહિત 6 આરોપીને 5 વર્ષની કેદ અને 1.33 કરોડનો દંડ

યુકો બેન્કના કૌભાંડ કેસમાં પૂર્વ મેનેજર સહિત 6 આરોપીને 5 વર્ષની કેદ અને 1.33 કરોડનો દંડ

0
Social Share

અમદાવાદ, 25 માર્ચ 2026: UCO Bank scam case શહેરના ચિલોડા વિસ્તારમાં આવેલી યુકો બેન્કમાં કેશ ક્રેડિટ કૌભાંડના મામલે સીબીઆઈએ 27 એપ્રિલ, 2016ના રોજ બેન્કના તત્કાલિન મેનેજર સહિત 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જેનો કેસ ચાલી જતા CBI કોર્ટ બેન્કના તત્કાલીન સિનિયર મેનેજર અને તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર સહિત ચાર આરોપીઓ અને બે ખાનગી વ્યક્તિઓને બે અલગ-અલગ બેંક ફ્રોડ કેસમાં 5 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. પ્રથમ કેસમાં CBI કોર્ટ અમદાવાદે યુકો બેંક, ચિલોડા શાખાના તત્કાલીન સિનિયર મેનેજર મેદમ ભગવતી પ્રસાદ, તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર ભાસ્કર રમેશચંદ્ર સોની અને મેસર્સ હેવન ફાઈવ એન્ટરપ્રાઈઝ, સાબરકાંઠાના પ્રોપ્રાઈટર જયેન્દ્રસિંહ મકવાણાને બેંક ફ્રોડ કેસમાં 5 વર્ષની સખત કેદ અને કુલ 1.33 કરોડ રૂપિયાના દંડની સજા સંભળાવી છે.

આ કેસની વિગતો એવી હતી કે, સીબીઆઈએ 27 એપ્રિલ, 2016ના રોજ આ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આરોપ હતો કે, મેદમ ભગવતી પ્રસાદે બ્રાન્ચ મેનેજર તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ખોટા દસ્તાવેજોના આધારે વિવિધ વ્યક્તિઓ અને પેઢીઓને કુલ 6.43 કરોડ રૂપિયાની કેશ ક્રેડિટ લિમિટ મંજૂર કરી હતી. ડિસેમ્બર-2015 સુધીમાં 17 ખાતાઓમાં કુલ બાકી રકમ 3.63 કરોડ રૂપિયા હતી. મોટાભાગના લોન ખાતા NPA થઈ ગયા હતા, જેનાથી બેંકને મોટું નુકસાન થયું હતું. સીબીઆઈએ તપાસ બાદ 11 નવેમ્બર, 2017 ના રોજ આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જ્યારે બીજા કેસમાં CBI કોર્ટે ચાર આરોપીઓ મેદમ ભગવતી પ્રસાદ, તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર ભાસ્કર રમેશચંદ્ર સોની અને ખાનગી વ્યક્તિ વનરાજજી સોલંકી ગાંધીનગરને 5 વર્ષની સખત કેદ અને કુલ 72 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે.

આ કેસમાં પણ સીબીઆઈએ 27 એપ્રિલ, 2016 ના રોજ ગુનો નોંધ્યો હતો. તેમાં પણ એવો જ આરોપ હતો કે તત્કાલીન મેનેજરે મેસર્સ વનરાજ એન્ટરપ્રાઈઝ અને અન્યને ખોટા દસ્તાવેજોના આધારે લોન આપી બેંકને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આ કેસમાં પણ 17 નવેમ્બર, 2017 ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. અદાલતે ટ્રાયલ બાદ તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code