
- ગાંધીનગર જિલ્લા ભૂસ્તર વિભાગે કરી કાર્યવાહી,
- ઇન્દ્રોડા-શાહપુર ગામની પ્રતિબંધિત સાબરમતી નદીના પટ્ટમાં દરોડા પાડ્યા હતા,
- રોયલ્ટી પાસ વિનાના ઓવરલોડ ત્રણ ડમ્પર પકડાયા
ગાંધીનગરઃ સાબરમતી નદીમાં રેતીની ચોરી હવે સામાન્ય બની ગઈ છે.તંત્ર દ્વારા દરોડા પાડીને રેતીચોરોને પકડીને વાહનો પણ જપ્ત કરવામાં આવતા હોય છે. પણ ત્યારબાદ ફરી એ જ રેતીચોરીનો સિલસિલો શરૂ થઈ જતો હોય છે. જિલ્લામાં ભૂસ્તર વિભાગે મોટી સાબરમતી નદીના પ્રતિબંધિત વિસ્તારમાંથી ગેરકાયદે રેતી ખનન કરતા ત્રણ આરોપીઓને પકડ્યા છે. કલેક્ટર મેહુલ કે. દવેની સૂચના મુજબ, વરસાદી સીઝનમાં નદી કિનારે થતી ગેરકાયદે ખનન પ્રવૃત્તિ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. ભૂસ્તર વિભાગની ટીમે ઇન્દ્રોડા-શાહપુર ગામની પ્રતિબંધિત સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ત્રણ ટ્રેક્ટર માલિક અજય જયંતીભાઈ વણઝારા (રહે. ઇન્દ્રોડા)ને ગેરકાયદે રેતી ખનન કરતા પકડવામાં આવ્યા છે. આ વાહનોને કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં સીઝ કરવામાં આવ્યા છે.
સાબરમતી નદીમાં રેતીની ચોરી બેરોકટોક થઈ રહી છે. રેતી ચોરીને લીધે નદીમાં ઊંડા ખાડાઓ પડી ગયા છે. તંત્ર દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવે છે ત્યારબાદ પણ રેતીની ચોરી ફરી શરૂ તઈ જતી હોય છે. સરકારે તાજેતરમાં જ રેતીની રોયલ્ટીના ભાવમાં બમણો વધારો કર્યો છે. એટલે હવે ગેરકાયદે ખનનની પ્રવૃતિમાં વધારો થશે.દરમિયાન ભૂસ્તર વિભાગની ટીમે ઇન્દ્રોડા-શાહપુર ગામની પ્રતિબંધિત સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ત્રણ ટ્રેક્ટર માલિક અજય જયંતીભાઈ વણઝારા (રહે. ઇન્દ્રોડા)ને ગેરકાયદે રેતી ખનન કરતા પકડવામાં આવ્યા છે. આ વાહનોને કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં સીઝ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંતઉવારસદ-વાવોલ રોડ, શેરથા અને ચિલોડા ચેકપોસ્ટ પરથી રોયલ્ટી પાસ વગર અને ઓવરલોડ રેતી વહન કરતા ત્રણ ડમ્પર પણ પકડવામાં આવ્યા છે. કુલ છ વાહનો અને રેતીનો આશરે 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે ગુજરાત મિનરલ નિયમો-2017 હેઠળ દંડકીય કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ગેરકાયદે ખોદકામથી થયેલા ખાડાઓની માપણી કરી વધારાની દંડની વસૂલાત કરવામાં આવશે.