1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં 21.37 કરોડના સાયબરફ્રોડમાં 9 શખસોની ધરપકડ, ગુજસીકોટ હેઠળ ગુનો નોંધાયો
ભાવનગરમાં 21.37 કરોડના સાયબરફ્રોડમાં 9 શખસોની ધરપકડ, ગુજસીકોટ હેઠળ ગુનો નોંધાયો

ભાવનગરમાં 21.37 કરોડના સાયબરફ્રોડમાં 9 શખસોની ધરપકડ, ગુજસીકોટ હેઠળ ગુનો નોંધાયો

0
Social Share

ભાવનગર, 8 એપ્રિલ 2026: 9 people arrested in cyber fraud ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. ત્યારે સાયબર ક્રાઈમ પોલીસ પણ સાયબર માફિયા સામે સક્રિય બની છે.  ભાવનગરમાં કેટલાક શખસોએ ટોળકી રચી જુદા જુદા 134 વ્યક્તિઓના બેંક ખાતા ભાડેથી કે કમિશનથી મેળવી તેમાં રૂા. 21.37 કરોડના ટ્રાન્જેક્શન કરી બેંક ખાતામાં ફ્રોડના નાણા જમા કરાવી ચેક કે એટીએમ મારફતે ઉપાડી સગેવગે કરી નાખ્યા હતાં. આ મામલે શહેરના બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.આ કેસમાં પોલીસે ગુજસીકોટનો ઉમેરો કરી 10 સામે ગુનો દાખલ કરીને 9 આરોપીને ઝડપી પાડી રાજકોટ ગુજસીકોટ કોર્ટમાં રજુ કરી 2 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતાં. જ્યારે હજુ માસ્ટર માઈન્ડ ફરાર હોવાથી તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લામાં આરોપી દશરથ રામજીભાઈ ધાંધલ્યાએ અલગ અલગ સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી જુદા-જુદા વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ ભાડે અથવા કમિશનથી મેળવ્યા હતાં. જે બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણા હોવાનું જાણવા છતાં કુલ 134 બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી રૂ. 21,37,22,197 કે તેથી વધુનું ટ્રાન્જેકશન કર્યા હતાં. NCRP પોર્ટલ પર કુલ કમ્પ્લેઈન 272ની થઈ હતી. જેમાં કુલ રૂ. 8,11,81,246નું ફ્રોડ ટ્રાન્જેક્શન કરી બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવી જે નાણા ચેક તથા એટીએમ મારફતે ઉપાડી ફ્રોડ કરીને રકમ સગેવગે કરી નાખ્યા હતા. બોરતળાવ પોલીસ મથકના પીઆઈ ચૌહાણે ફરીયાદ આપતા ગેંગ વિરુધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 317(2), 317(4), 61(2) તથા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ-2015ની કલમ કલમ.3(1), 3(2), 3(4), 3(5)હેઠળ ગુન્હો રજિસ્ટર કરવામાં આવ્યો હતો.

ભાવનગરની બોર તળાવ પોલીસે ટોળકીના સભ્યો આર્યન ઉર્ફે લખન શોભરાજભાઈ જોસેતા, શૈલેષ ઉર્ફે ભુરો હિરાભાઈ ચૌધરી, રાહુલ ગોવિંદભાઈ ગોહેલ, શાફીન યુનુસભાઈ કુરેશી, માહીન યુનુસભાઈ કુરેશી, મીહિર ભગવાનભાઈ સરવૈયા, અમન ઈસુક્ભાઈ ઓફ્થાની, હર્ષદસિંહ અનકુભા સરવૈયા, દીપક વિઠ્ઠલભાઈ ગોહીલની ધરપકડ કરી લઈ રાજકોટ ગુજસીકોટ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતાં. જ્યારે ઉક્ત સાયબર ફ્રોડના ગુનાનો માસ્ટર માઈન્ડ દશરથ રામજીભાઈ ધાંધલ્યા હજુ ફરાર હોવાનું જાણવા મળ્યુ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code