1. Home
  2. ગુજરાતી
  3. મધ્યપ્રદેશના ઝાબુઆમાં ગમખ્વાર અકસ્માતમાં 9 વ્યક્તિના મોત, બે ઘાયલ
મધ્યપ્રદેશના ઝાબુઆમાં ગમખ્વાર અકસ્માતમાં 9 વ્યક્તિના મોત, બે ઘાયલ

મધ્યપ્રદેશના ઝાબુઆમાં ગમખ્વાર અકસ્માતમાં 9 વ્યક્તિના મોત, બે ઘાયલ

0
Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. થાંડલા-ઝાબુઆ રોડ પર એક ટ્રોલી ઇકો કાર પર પલટી જતાં બે પરિવારના નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં ચાર બાળકો, ત્રણ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા અને એક છોકરી ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

માહિતી મુજબ, ઝાબુઆના ભાવપુરા ગામમાં આયોજિત લગ્ન સમારોહમાં હાજરી આપીને કારમાં સવાર તમામ લોકો પરત ફરી રહ્યા હતા. સજેલી રેલ્વે ફાટક, નિર્માણાધીન પુલ પાસે એક ટ્રોલી તેમની ઇકો કારને ટક્કર મારી હતી. ટ્રોલી કાર પર પલટી ગઈ, જેના કારણે કાર તેની નીચે ખરાબ રીતે કચડી ગઈ હતી. આ કારણે, કારમાં સવાર કુલ 11 લોકોમાંથી નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં મુકેશ ખાપેડ (ઉ.વ 40), સાવલી મુકેશ ખાપેડ (ઉ.વ. 35), વિનોદ મુકેશ ખાપેડ (ઉ.વ. 16), પાયલ મુકેશ ખાપેડ (ઉ.વ. 12), માધી ભારુ બામણિયા (ઉ.વ. 38), વિજય ભારુ બામણિયા (ઉ.વ. 14), કાંતા ભારુ બામણિયા (ઉ.વ. 14), રાગિણી રામચંદ્ર બામણિયા (ઉ.વ.9) અને અકાલી સોમલા પરમાર (ઉ.વ. 35)નો સમાવેશ થાય છે.

મોડી રાત્રે ૩ થી ૪ વાગ્યાની વચ્ચે થયેલા અકસ્માતની માહિતી મળતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો તેમજ બચાવ કામગીરી હાથ ધરી ઘાયલોને કારમાંથી બહાર કાઢી થાંડલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ટ્રોલી ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ટ્રોલી કબજે કરવામાં આવી છે અને તેના અજાણ્યા ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરાર ડ્રાઇવરની શોધ કરી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code