1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભચાઉ હાઈવે પર સ્કોર્પિયો કાર ડમ્પર સાથે અથડાતા 3 મહિલાનાં મોત
ભચાઉ હાઈવે પર સ્કોર્પિયો કાર ડમ્પર સાથે અથડાતા 3 મહિલાનાં મોત

ભચાઉ હાઈવે પર સ્કોર્પિયો કાર ડમ્પર સાથે અથડાતા 3 મહિલાનાં મોત

0
Social Share
  • બે મહિલાના ઘટના સ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત,
  • ભાભરથી સ્કોર્પિયામાં આવી રહેલો મુસ્લિમ પરિવાર અકસ્માતનો ભોગ બન્યો,
  • કારની ઝડપ એટલી હતી કે સ્કોર્પિયના બન્ને ટાયર ફાટી ગયા

ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ભચાઉ હાઈવે પર રોડ સાઈડ પર ઊભેલા ટેન્કર સાથે પૂરફાટ ઝડપે આવેલી સ્કોર્પિયો કાર અથડાતા કારમાં પ્રવાસ કરી રહેલા ત્રણ મહિલાના મોત નિપજ્યા હતા. જ્યારે બે મહિલા સહિત ત્રણને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતની વિગતો એવી છે કે, ભચાઉ હાઈવે પર ભાભરથી સ્કોર્પિયો કારમાં આવી રહેલા મુસ્લિમ પરિવારને અકસ્માત નડ્યો હતો.સામખીયાળી તરફથી પુરફાટ ઝડપે આવેલી કાર રોડ સાઈડ પર ઉભેલા ડમ્પરની પાછળ ભટકાઈ હતી જેમાં બે મહિલાના ઘટના સ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.કારમાં સવાર અન્ય બે મહિલા અને ડ્રાયવરને ઈજાઓ પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે રવિવારે બપોરે ભચાઉ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાભર તાલુકાના મીઠા ગામથી સ્કોર્પિયો કારમાં પાંચ મહિલા અને ડ્રાયવર સહિત છ લોકો આદિપુર જઈ રહ્યા હતા.એ દરમિયાન કારના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ઉભેલા ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. કારમાં પ્રવાસ કરી રહેલા 24 વર્ષીય રસીદાબાનુ ઇલીયાસખાન બલોચ ,45 વર્ષીય હમીદાબાનુ દોલતખાન બલોચ અને 40 વર્ષીય નુરજહાંબાનુ કાયમખાન બલોચનું કરુણ મોત થયું હતું. જ્યારે કારમાં સવાર 18 વર્ષીય સબાનાબેન કયામતખાન, 32 વર્ષીય સાયલાબેન નૂરખાન બલોચ અને કારચાલકને ઈજાઓ પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.ઘટનાની જાણ થતા જ ભચાઉ પોલીસ સ્થળ પર પહોચી હતી તેમજ વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને સેવાભાવી યુવાનો દોડી આવ્યા હતા.

સ્થનિક લોકોના કહેવા મુજબ, સામખયાળી તરફથી આવેલી કાળા કલરની સ્કોર્પિયો કાર ટેન્કર સાથે અથડાઈને હવાની જેમ ફંગોળાઈ હતી.અને  સ્કોર્પિયોના પાછળના બન્ને ટાયર ફાટી ગયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code