
નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ- ‘ઓપરેશન સિંદૂર’ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ, ગુપ્તચર એજન્સીઓના ચોક્કસ ઇનપુટ્સ અને ભારતીય સશસ્ત્ર દળોની અદમ્ય ક્ષમતાનું પ્રતીક છે. ઉદ્ઘાટન સમારોહમાં, ગૃહમંત્રી અમિત શાહે 19 એપ્રિલના રોજ વિશ્વના પાંચમા સૌથી ઊંચા શિખર માઉન્ટ મકાલુ (૮,૪૮૫ મીટર) પર સફળતાપૂર્વક ચઢાણ કરવા બદલ ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ના જવાનોને અભિનંદન આપ્યા. આ પહેલી વાર છે જ્યારે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (CAPF) એ આ શિખર પર ચઢાણ કર્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના નોર્થ બ્લોકમાં નવનિર્મિત મલ્ટી-એજન્સી સેન્ટર (MAC)નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ, ગુપ્તચર એજન્સીઓના ચોક્કસ ઇનપુટ્સ અને ભારતીય સશસ્ત્ર દળોની અદમ્ય ક્ષમતાનું પ્રતીક છે. ઉદ્ઘાટન સમારોહમાં, ગૃહમંત્રી અમિત શાહે 19 એપ્રિલના રોજ વિશ્વના પાંચમા સૌથી ઊંચા શિખર માઉન્ટ મકાલુ (૮,૪૮૫ મીટર) પર સફળતાપૂર્વક ચઢાણ કરવા બદલ ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ના જવાનોને અભિનંદન આપ્યા. આ પહેલી વાર છે જ્યારે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (CAPF) એ આ શિખર પર ચઢાણ કર્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “વિશ્વના પાંચમા સૌથી ઊંચા શિખર માઉન્ટ મકાલુ પર વિજય મેળવવા બદલ બહાદુર ITBP સૈનિકોને હાર્દિક અભિનંદન. તેમણે અત્યંત મુશ્કેલ હવામાનમાં ત્રિરંગો ફરકાવ્યો અને વડા પ્રધાન મોદીના સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરિત થઈને 150 કિલો કચરો પણ દૂર કર્યો.” આ અભિયાન ITBPના ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય પર્વતારોહણ અભિયાનનો એક ભાગ હતો જેનો ઉદ્દેશ્ય માઉન્ટ મકાલુ અને માઉન્ટ અન્નપૂર્ણા (8,091 મીટર) બંને પર ચઢાણ કરવાનો હતો. આ મિશનને 21 માર્ચે દિલ્હી સ્થિત મુખ્યાલયથી લીલી ઝંડી આપવામાં આવી હતી. આ માટે, 12 સભ્યોની ટીમને બે ભાગમાં વહેંચવામાં આવી હતી, જેમાં મકાલુ ગ્રુપનું નેતૃત્વ ડેપ્યુટી કમાન્ડન્ટ અનુપ કુમાર નેગી અને ડેપ્યુટી કમાન્ડન્ટ નિહાસ સુરેશને ડેપ્યુટી લીડર તરીકે સામેલ કરવામાં આવ્યા હતા.
19 એપ્રિલના રોજ સવારે લગભગ ૦૮:૧૫ વાગ્યે, પાંચ સભ્યો આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સંજય કુમાર, હેડ કોન્સ્ટેબલ સોનમ સ્તોબદાન, પ્રદીપ પંવાર, બહાદુર ચંદ અને કોન્સ્ટેબલ વિમલ કુમારે સફળતાપૂર્વક મકાલુની ટોચ પર ચઢાણ કર્યું. આ સિદ્ધિએ ઉચ્ચ હિમાલયી કામગીરીમાં ITBPની ક્ષમતા અને પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે. ગૃહમંત્રી અમિત શાહે ITBP ની બહાદુરી અને દેશભક્તિની ભાવનાની પ્રશંસા કરી અને ભારતની સુરક્ષામાં તેમના યોગદાન બદલ તેમને સલામ