1. Home
  2. ગુજરાતી
  3. મિઝોરમમાં 9.72 કિલો મેથામ્ફેટાઈમના જથ્થા સાથે એકની ધરપકડ
મિઝોરમમાં 9.72 કિલો મેથામ્ફેટાઈમના જથ્થા સાથે એકની ધરપકડ

મિઝોરમમાં 9.72 કિલો મેથામ્ફેટાઈમના જથ્થા સાથે એકની ધરપકડ

0
Social Share

નવી દિલ્હીઃ ડ્રગ્સના દૂષણ સામેની લડાઈ ચાલુ રાખીને, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ આઈઝોલ-ચંફઈ હાઇવે (NH-6) પર સેલિંગ, મિઝોરમ ખાતે એક કારમાંથી 9.72 કિલો મેથામ્ફેટામાઇન ગોળીઓ જપ્ત કરી છે. આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર ડ્રગ બજારમાં જપ્ત કરાયેલી ગોળીઓની કિંમત 9.72 કરોડ રૂપિયા છે.

DRI અધિકારીઓને દાણચોરી કરાયેલા ડ્રગના 10 પેકેટ મળી આવ્યા, જે પાછળની સીટમાં એક પોલાણ/ચેમ્બરમાં ચાલાકીથી છુપાવવામાં આવ્યા હતા. દાણચોરીમાં મળેલું ડ્રગ અને વાહન જપ્ત કરવામાં આવ્યું છે, અને એક વ્યક્તિની નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે દાણચોરી કરાયેલ ડ્રગ ભારત-મ્યાનમાર સરહદના ઝોખાવથર સેક્ટર દ્વારા મ્યાનમારથી મિઝોરમમાં દાણચોરી કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2025થી DRI એ મિઝોરમમાં 72 કરોડ રૂપિયાથી વધુ કિંમતના મેથામ્ફેટામાઇન અને હેરોઇન જપ્ત કર્યા છે અને સાત વ્યક્તિઓની ધરપકડ કરી છે. NDPS કાયદામાં ગુનેગારો માટે 10 વર્ષ સુધીની સખત કેદ સહિત કડક સજાની જોગવાઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code