- આવકવેરા વિભાગે પાન નંબરની નોંધણીની પદ્ધતિમાં મોટા ફેરફાર કર્યા,
 - રિટર્ન ફાઇલ કરતી વખતે વધુ સુરક્ષા માટે નિયમમાં ફેરફાર કરાયો,
 - મોબાઇલ નંબર આધાર સાથે લિંક નહીં હોય તો પ્રોસેસ અધૂરી રહેશે
 
અમદાવાદઃ ઇન્કમટેક્સના પોર્ટલ પર વ્યક્તિગત પાન રજિસ્ટ્રેશન માટે આધાર નંબર બેઝ્ડ ઓટીપી ફરજિયાત કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગે પાન નંબરની નોંધણીની પદ્ધતિમાં મોટા ફેરફાર કર્યા છે. હવે નવા નિયમ મુજબ પાન નંબરનું રજિસ્ટ્રેશન પૂરું કરવા માટે મોબાઈલ નંબર આધાર નંબર સાથે લિંક થયેલો હોવો જોઈએ. રજિસ્ટ્રેશન દરમિયાન યુઝરને યુઆઇડીએઆઈ ડેટાબેઝ વેલિડેશન માટે સંમતિ આપવાની વિનંતી કરવામાં આવી છે. આ સંમતિ પછી યુઝરના આધાર સાથે લિંક કરાયેલા મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. આ ઓટીપી નાંખ્યા પછી જ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આગળ વધારી શકાય છે.
આવરવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પાન નંબરની નોંધણીની પદ્ધતિમાં મોટા ફેરફાર કર્યા છે. નવા નિયમ મુજબ પાન નંબરનું રજિસ્ટ્રેશન પૂરું કરવા માટે મોબાઈલ નંબર આધાર નંબર સાથે લિંક થયેલો હોવો જોઈએ. જો આધાર નંબર અને મોબાઇલ લિંક થયેલા નહીં હોય તો ઓટીપી આવશે નહીં અને રજિસ્ટ્રેશન અધુરું રહેશે. સંપૂર્ણ પ્રોસેસમાં કોઈ અવરોધ ન આવે તે માટે રજિસ્ટ્રેશન કરતાં પહેલાં દરેક યુઝરે ખાતરી કરવાની રહેશે કે તેમનો મોબાઇલ નંબર આધાર નંબર સાથે લિંક થયેલો છે. નોંધણીની પદ્ધતિમાં ફેરફાર કરવાનો મુખ્ય હેતું સુરક્ષા વધારવાનો અને યુઝરની ઓળખ કરતી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનો છે. વિભાગે તમામ નાગરિકો અને કરદાતાને ભવિષ્યમાં કોઈ સમસ્યા ન સર્જાય તે માટે સમયસર આધાર-મોબાઇલ નંબર લિંક કરવા કહ્યું છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

