1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગોંડલમાં વાહનોમાંથી બેટરીની ચોરી કરતા બે શખસ ઓટોરિક્ષા સાથે પકડાયા
ગોંડલમાં વાહનોમાંથી બેટરીની ચોરી કરતા બે શખસ ઓટોરિક્ષા સાથે પકડાયા

ગોંડલમાં વાહનોમાંથી બેટરીની ચોરી કરતા બે શખસ ઓટોરિક્ષા સાથે પકડાયા

0
Social Share
  • આરોપીઓ પાસેથી 4 બેટરી સહિત 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો,
  • પાર્ક કરેલી ટ્રકમાંથી બેટરીની ચોરી કરતા હતા,
  • હાઈવે પર ઓટોરિક્ષા લઈને ચોરી કરવા જતા હતા

રાજકોટઃ જિલ્લાના ગોંડલ વિસ્તારમાં વાહનોમાં બેટરીચારીના બનાવો વધી રહ્યા હતા. ત્યારે ગોંડલ સિટી પોલીસે વાહન બેટરી ચોરીના ગુનાનો ભેદ માત્ર બે દિવસમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરી કરાયેલી ચાર બેટરીઓ અને ગુનામાં વપરાયેલ ઓટોરિક્ષા સહિત કુલ રૂ.60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, ગત 9 જૂને ગોંડલના ખટારા સ્ટેન્ડ પાસે પાર્ક કરેલા એક ટ્રકમાંથી બે બેટરીઓની ચોરી થઈ હતી. આ અંગેની ફરિયાદ 14 જૂને નોંધાઈ હતી. રાજકોટ રેન્જના IGP અશોક કુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્ય SP હિમકરસિંહની સૂચના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. પીઆઈ એલ.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી. પોલીસ કર્મચારીઓને મળેલી બાતમીના આધારે બે શખ્સોને ચોરીની બેટરીઓ સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  પકડાયેલા આરોપીઓમાં ગોંડલના રમઝાન ઉર્ફે મૌસીન હુશેનભાઇ બ્લોચ અને વોરાકોટડા રોડ નિવાસી વિજયભાઇ સંદીપભાઇ મેણીયાનો સમાવેશ થાય છે. આરોપીઓએ અલગ અલગ સ્થળોએથી બેટરી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી રૂ.20,000ની કિંમતની ચાર બેટરીઓ અને ગુનામાં વપરાયેલી ઓટોરિક્ષા મળી કુલ રૂ.60,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સફળ કામગીરીમાં PI એલ.આર. ગોહિલ સહિત યુવરાજસિંહ ગોહિલ, ભાવેશભાઇ સાસિયા, ક્રિપાલસિંહ ઝાલા, હરેશભાઇ લુણી અને જયસુખભાઇ સોરિયા જેવા પોલીસકર્મીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code