1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કૃષિ પેદાશની આવકમાં ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રમાં પ્રથમસ્થાને અને રાજ્યમાં બીજાસ્થાને
કૃષિ પેદાશની આવકમાં ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રમાં પ્રથમસ્થાને અને રાજ્યમાં બીજાસ્થાને

કૃષિ પેદાશની આવકમાં ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રમાં પ્રથમસ્થાને અને રાજ્યમાં બીજાસ્થાને

0
Social Share
  • ગોડલ માર્કેટ યાર્ડમાં 40થી વધુ જણસીની આવકનું હબ બન્યુ,
  • ટર્નઓવરની બાબતમાં સુરત યાર્ડ પ્રથમ સ્થાને,
  • 89 લાખ 5 હજાર 300 કવિન્ટલ આવક સાથે દેશમાં ગોંડલ યાર્ડ મોખરે

રાજકોટઃ જિલ્લાનું ગોંડલ માર્કેટ યાર્ડ વિવિધ કૃષિ પેદાશોની આવકમાં સૌરાષ્ટ્રમાં નંબર વન બન્યું છે. ખેડૂતો માટે આસ્થાનું કેન્દ્ર ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ આ વર્ષના જણસીની આવકના આંકડામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં વાર્ષિક ટર્નઓવરમાં પ્રથમ ક્રમે સુરત બાદ બીજા ક્રમે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવ્યું છે. ગોંડલ યાર્ડ 100 એકરમાં પથરાયેલું છે. ત્યારે યાર્ડમાં લસણ, ડુંગળી, મરચા, મગફળી, ધાણા, જીરું સહિતની 40થી વધુ જણસીની આવકમાં હબ માનવામાં આવે છે.

ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે,  ગોંડલ માર્કેટિંગ યાર્ડ માટે તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીની વાત છે, કારણ કે ગોંડલ યાર્ડ ખેડૂતોનું યાર્ડ છે. આ વર્ષના માલ આવકના આંકડામાં ગોંડલ યાર્ડ સૌરાષ્ટ્ર – ગુજરાતમાં નંબર વન પર આવ્યું છે. સમગ્ર ગુજરાતના જણસીની આવકના ડેટા ગુજરાત નિયંત્રિત બજાર સંઘ – અમદાવાદ દ્વારા લેવાતા હોય છે. જ્યારે ટર્નઓવરમાં પ્રથમ સુરત બાદ ગોંડલ યાર્ડ સમગ્ર ગુજરાતમાં આખા વર્ષની 46.91 કરોડ રૂપિયા આવક સાથે બીજા સ્થાને રહ્યું હતું. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જ્યારે અહીં પોતાની જણસી લઈને અહીં વેચવા આવે છે. ત્યારે સમગ્ર ભારતની અંદર 89 લાખ 5 હજાર 300 કવિન્ટલ આવક સાથે સમગ્ર ભારતભરમાં ગોંડલ યાર્ડ મોખરે રહ્યું છે.

ગંડલ યાર્ડના સૂત્રોના કહેવા મુજબ યાર્ડમાં 1.85 લાખ સ્કવેર ફીટનો શેડ જણસી સાચવવા બનાવાયો  છે. યાર્ડમાં ખેડૂતો માટે ગમે ત્યારે માવઠું કે વરસાદની પરિસ્થિતિ આવે ત્યારે આવતા સિઝનની અંદર કોઈ પણ ખેડૂતોનો માલ ન પલળે તેને લઈને અત્યારે 1 લાખ 85 હજાર સ્કવેર ફિટ નો શેડ બનાવ્યો છે ઉપરાંત બીજો 35 વિઘાનો શેડ બની રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code