
કાંકરેજના માલધારી સમાજના શૈક્ષણિક સંકૂલ માટે સમાજના મોભી એવા અમૃતભાઈ આલે 5 વિઘા જમીન દાનમાં આપી
- અમૃતભાઈ આલ પોતાના માદરે વતન માટે સેવા કરવા હંમેશા તત્પર રહેતા હોય છે
- શૈક્ષણિક સંકૂલના નિર્માણથી રબારી સમાજના બાળકોને નવી દિશા મળશે
- રબારી સમાજે અમૃતભાઈની ઉદાર સખાવતને બિરદાવી અભિનંદન આપ્યા
અમદાવાદઃ સમાજના ઘડતર અને ઉત્થાનમાં સમાજના દાનવીર મોભીઓનો ફાળો અનન્ય હોય છે. ઘણા લોકો પોતાના સમાજના ઉત્કર્ષ માટે નિશ્વાર્થભાવે દાનની સરવાણી વહાવતા હોય છે. અમૃતભાઈ આલ વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા છે. પણ તેમના માદરે વતન બનાસકાંઠામાં આવેલા કાંકરેજ તાલુકો અને પોતાના રબારી સમાજ માટે સેવા કરવા હંમેશા તત્પર રહેતા હોય છે. કાંકેરેજ માલધારી સમાજના અગ્રણી અમૃતભાઈ આલએ કામરેજમાં રબારી સમાજના શૈક્ષણિક સંકુલ માટે એક કરોડથી વધુ કિંમતની 5 વીધા જમીન દાનમાં આપી દીધી છે.
બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં રબારી સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે અમૃતભાઈ આલે 5 વિધા જમીન દાનમાં આપવાની જાહેરાત કરી છે. આ ઉમદા દાનથી સમાજના દીકરા-દીકરીઓને મોટો ફાયદો થશે. માલધારી સમાજમાં અમૃતભાઈ આલને દાનવીર તરીકે ઓળખવામાં આવે છે. કાંકરેજ રબારી સમાજનો કોઈપણ પ્રશ્ન કે સમસ્યા હોય તો તેને ઉકેલવા કે સલાહ લેવા માટે સૌથી પહેલા અમૃતભાઈને યાદ કરવામાં આવે છે. પોતાના સમાજ માટે મહામુલી જમીન એક પળનો પણ વિચાર કર્યા વિના દાનમાં આપી દેવી તે અમૃતભાઈ જેવા દાનવીર જ કરી શકે.
કાંકરેજમાં શૈક્ષણિક સંકુલના નિર્ણાણથી રબારી સમાજના બાળકોને નવી દિશા મળશે, શૈક્ષણિક સંકુલમાં સમાજના દીકરા-દીકરીઓને લાયબ્રેરી, કોમ્પ્યુટર લેબ, સહિતની આધુનિક સુવિધાઓ મળી રહેશે, અમૃતભાઈ આલની ઉદારતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે કામરેજ રબારી સમાજ ઋણી રહેશે. કાંકરેજના માત્ર રબારી સમાજે નહીં પણ અન્ય સમાજે અમૃતભાઈની ઉદાર સખાવતને બિરદાવીને છે. અને અભિનંદનને પાત્ર બન્યા છે. તેમનું આ દાન માત્ર ભૂદાન જ નથી પણ એક નવી પેઢીના ભવિષ્યનું નિર્માણ છે. શિક્ષણના બળે પ્રગતિ કરીને સમાજના દીકરા-દીકરીઓ નામ રોશન કરશે. કાંકરેજ તાલુકામાં ઘર આંગણે ઉત્તમ શિક્ષણની સુવિધાથી મળવાથી રબારી સમાજ ગૌરવ અનુભવી રહ્યો છે. સમાજના રત્ન અમૃતભાઈ આલનું જીવન સમાજ સેવાનું જીવંત ઉદાહરણ છે.