
માર્કેટિંગ સિઝન 2026-27 : રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવને કેન્દ્ર સરકારની મંજૂરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ માર્કેટિંગ સિઝન 2026-27 માટે તમામ ફરજિયાત રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં વધારો કરવાની મંજૂરી આપી છે. સરકારે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવ સુનિશ્ચિત કરવા માટે માર્કેટિંગ સિઝન 2026-27 માટે રવિ પાકના MSP માં વધારો કર્યો છે. કુસુમ માટે MSPમાં સૌથી વધુ વધારો પ્રતિ ક્વિન્ટલ રૂ. 600નો જાહેર કરવામાં આવ્યો છે, ત્યારબાદ મસૂર માટે રૂ. 300 પ્રતિ ક્વિન્ટલનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. રેપસીડ અને રાયડો, ચણા, જવ અને ઘઉં માટે અનુક્રમે રૂ. 250 પ્રતિ ક્વિન્ટલ, રૂ. 225 પ્રતિ ક્વિન્ટલ, રૂ. 170 પ્રતિ ક્વિન્ટલ અને રૂ. 160 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.
માર્કેટિંગ સીઝન 2026-27 માટે ફરજિયાત રવિ પાક માટે MSP માં વધારો કેન્દ્રીય બજેટ 2018-19માં MSPને અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા સ્તરે નક્કી કરવાની જાહેરાત સાથે સુસંગત છે. અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં અપેક્ષિત માર્જિન ઘઉં માટે 109 ટકા છે, ત્યારબાદ રેપસીડ અને સરસવ માટે 93 ટકા છે; મસૂર માટે 89 ટકા છે; ચણા માટે 59 ટકા છે; જવ માટે 58 ટકા છે; અને કુસુમ માટે 50 ટકા છે. રવિ પાકોના આ વધેલા MSP ખેડૂતોને નફાકારક ભાવ સુનિશ્ચિત કરશે અને પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપશે.