1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણી પંચે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ 2025 શરૂ કર્યો
ચૂંટણી પંચે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ 2025 શરૂ કર્યો

ચૂંટણી પંચે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ 2025 શરૂ કર્યો

0
Social Share

નવી દિલ્હી: ચૂંટણી પંચે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ 2025 શરૂ કર્યો. આ કાર્યક્રમ હેઠળ ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા, બેલ્જિયમ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને કોલંબિયાના 14 સહભાગીઓ છ નવેમ્બરના રોજ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું અવલોકન કરશે. પંચે જણાવ્યું કે, બિહારની બે દિવસીય મુલાકાત દરમિયાન સહભાગીઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન બાબતે કેન્દ્રોની મુલાકાત લેશે.ઉદઘાટન સત્રમાં, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો, મતદાર યાદીની તૈયારી અને ચૂંટણી કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર ડૉ. વિવેક જોશીએ પણ સહભાગીઓ સાથે વાતચીત કરી.

આ અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ અને ક્રિયાપ્રતિક્રિયાને પ્રોત્સાહન આપવા માટે ચૂંટણી પંચનો એક મુખ્ય કાર્યક્રમ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code