1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યસભાના શિયાળુ સત્રમાં સભાપતિ રાધાકૃષ્ણનનું સ્વાગત કરાયું, ખડગએ ધનખડને યાદ કર્યાં
રાજ્યસભાના શિયાળુ સત્રમાં સભાપતિ રાધાકૃષ્ણનનું સ્વાગત કરાયું, ખડગએ ધનખડને યાદ કર્યાં

રાજ્યસભાના શિયાળુ સત્રમાં સભાપતિ રાધાકૃષ્ણનનું સ્વાગત કરાયું, ખડગએ ધનખડને યાદ કર્યાં

0
Social Share

નવી દિલ્હી સંસદનું શિયાળુ સત્ર સોમવારથી સત્તાવાર રીતે શરૂ થયું છે. સત્રની શરૂઆતમાં રાજ્યાસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન આપ્યું અને નવા રાજ્યસભા સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. PM નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આદરણીય સભાપતિજી, શીતકાળીન સત્રની શરૂઆત સૌ માટે ગૌરવનો ક્ષણ છે. આખા સભાનાં તરફથી હું તમને હૃદયપૂર્વક શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું.”

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, “હું ખાતરી આપું છું કે રાજ્યસભાના તમામ સભ્યો હંમેશા અપર હાઉસની અને તમારી બંનેની ગૌરવ-મર્યાદા જાળવી રાખશે. આપણા નવા ચેરમેન એક સામાન્ય અને કૃષક પરિવારમાંથી આવે છે. તેમનું સમગ્ર જીવન સમાજ સેવા માટે સમર્પિત રહ્યું છે. તેઓ સમાજ પ્રત્યે સેવા કરતા સૌ માટે પ્રેરણા સ્ત્રોત છે.”

વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ નવા સભાપતિને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, “અમારી અને તમામ વિપક્ષી સભ્યોની તરફથી રાજ્યસભા સભાપતિ પદભાર ગ્રહણ કરવા બદલ તમને હાર્દિક શુભકામનાઓ.” ખડગેએ પોતાના ભાષણમાં પૂર્વ સભાપતિ જગ્રદીપ ધનખડના અચાનક રાજીનામાનો ઉલ્લેખ કર્યો હતો. ખડગેએ જણાવ્યું હતું કે,  સભાપતિ સમગ્ર સભાનાં સંરક્ષક હોય છે, સરકાર જેટલા જ મહત્વના વિપક્ષ માટે પણ. દુઃખની વાત છે કે સભાને તેમને ઔપચારિક રીતે વિદાય આપવાનો અવસર મળ્યો નહીં.” ખડગેએ તમામ વિપક્ષની તરફથી ધનખડ માટે સ્વસ્થ અને દીર્ઘાયુષ્યની શુભકામના વ્યક્ત કરી હતી.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code