1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં પંડ્યા બ્રિજ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત
વડોદરામાં પંડ્યા બ્રિજ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

વડોદરામાં પંડ્યા બ્રિજ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

0
Social Share

વડોદરા, 30મી ડિસેમ્બર 2025: One killed in accident between ST bus and bike in Vadodara શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના પંડ્યા બ્રિજ પાસે ત્રિપલ સવારી બાઈક અને એસટી બસ વચ્ચે સર્જાયો હતો. એસટી બસનો ચાલક પંડ્યા બ્રિજ નીચે વળાંક લેતો હતો ત્યારે ફતેગંજ પોલીસ સ્ટેશન તરફથી આવેલી ત્રિપલ સવારી બાઇક બસ સાથે અથડાઈ હતી. જેમાં બાઇક પર સવાર ત્રણ યુવકો ઘટના સ્થળે ગંભીર ઇજાઓને લઈ તાત્કાલિક 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જેમાં એક યુવક જે બાઇક ચલાવતો હતો તે ઉર્પિત પઢિયારનું ગંભીર ઇજાઓને લઈ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

વડોદરા શહેરમાં વહેલી સવારે પંડ્યા બ્રિજ નીચે વળાંકમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસનો ચાલક વળાંક લેતો હતો ત્યારે ફતેગંજ પોલીસ સ્ટેશન તરફથી પૂર ઝડપે આવેલી બાઇક  બસના આગળના ભાગે ધડાકાભેર અથડાતા બાઈકસવાર ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા. અને બાઇક પર સવાર ત્રણે યુવકોને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતના બનાવને લીધે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત બાઈકસવાર યુવાનોને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક યુવક અર્પિત મહેશભાઈ પઢીયાર (ઉં.વ. 20 ધંધો નોકરી, રહે.માધવનગર દશરથ ગામ વડોદરા)નું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૃતક યુવક એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેના પિતાને પેરાલિસિસ છે અને ભાઈ નાનો છે. જ્યારે ઈજાગ્રસ્ત અન્ય બે યુવાનોમાં ભૌમિક રમણભાઈ રોહિત (ઉં.વ. 24 રહે.દશરથગામ) અને વિશાલ કરસનભાઈ તડવી (ઉ.વ. 17, રહે. દશરથ ગામ વડોદરા)નો સમાવશ થાય છે.

આ સમગ્ર બનાવ અંગે ફતેગંજ પોલીસે અકસ્માત સર્જનાર એસટી બસને કબજે લીધી છે. અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને આ અકસ્માતના બનાવની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code