1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કાંકરિયા કાર્નિવેલનું સમાપન, 7 દિવસમાં 8 લાખથી વધુ લોકોએ મુલાકાત લઈ મોજ માણી
કાંકરિયા કાર્નિવેલનું સમાપન, 7 દિવસમાં 8 લાખથી વધુ લોકોએ મુલાકાત લઈ મોજ માણી

કાંકરિયા કાર્નિવેલનું સમાપન, 7 દિવસમાં 8 લાખથી વધુ લોકોએ મુલાકાત લઈ મોજ માણી

0
Social Share

અમદાવાદ, 1 જાન્યુઆરી 2026: Kankaria Carnival concludes  શહેરમાં કાંકરિયા લેક ખાતે 25મી ડિસેમ્બરથી શરૂ થયેલા કાંકરિયા કાર્નિવેલનું રંગેચંગે સમાપન કરાયું છે. આ 7 દિવસીય મહોત્સવમાં 8.28 લાખથી વધુ લોકોએ મુલાકાત લઈ મનોરંજન માણ્યું હતું. કાર્નિવલના સપાપન ટાણે ભગવાન શ્રીરામની ભવ્ય આરતી કરવામાં આવી હતી, ગઈકાલે કાર્નિવલની અંતિમ સંધ્યાએ જાણીતી ગાયિકા ઈશાની દવેના સુરમાં શહેરીજનો ઝૂમી ઉઠ્યા હતા.

કાંકરિયા કાર્નિવલ-2025નું ગઈકાલે 31 ડિસેમ્બરની રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંગીત સંધ્યા સાથે રંગેચંગે સમાપન થયું. 25 ડિસેમ્બરથી શરૂ થયેલા આ 7 દિવસીય મહોત્સવમાં 8.28 લાખથી વધુ અમદાવાદીઓ અને પ્રવાસીઓએ મુલાકાત લઈ મનોરંજન માણ્યું હતું, જેમાં રવિવારે રેકોર્ડબ્રેક 2 લાખ લોકો ઉમટી પડ્યા હતા. સમાપન સમારોહમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, મેયર પ્રતિભા જૈન અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામની ભવ્ય આરતી કરવામાં આવી હતી, જ્યારે અંતિમ સંધ્યાએ જાણીતી ગાયિકા ઈશાની દવેના સુરમાં શહેરીજનો ઝૂમી ઉઠ્યા હતા. કાર્નિવલ પૂર્ણ થયા બાદ સફાઈ અને અન્ય કામગીરીને પગલે આજે 1 જાન્યુઆરીના રોજ કાંકરિયા મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે.

 કાંકરિયા કાર્નિવલમાં શનિવારે એક લાખથી વધારે લોકો ઉમટી પડતા ભીડને કાબૂ કરવા માટે તમામ ગેટ બંધ કરવા પડ્યા હતા. જ્યારે રવિવારે અને ગઈકાલે થર્ટી ફર્સ્ટએ પણ કાંકરિયા પુષ્પકુંજ ખાતેના ગેટ નંબર એકમાં રાત્રે પ્રવેશ બંધ કરવાની ફરજ પડી હતી. આમ કાંકરિયા કાર્નિવલમાં લોકોની ભીડ ઉમટી પડે ત્યારે કોઈ એક દુર્ઘટના ન સર્જાય તેના માટે ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ પણ કરવામાં આવી હતી.

કાંકરિયા કાર્નિવલના સમાપન સમારોહમાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, કાંકરિયા કાર્નિવલમાં સાત દિવસમાં 8 લાખથી વધુ નાગરિકો આવ્યા છે. આ ઉત્સવ અમદાવાદીઓના દિલમાં વસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ થયેલો આ કાર્નિવલ આજે અમદાવાદની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક બન્યો છે. આ આયોજન માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહેતા સ્વચ્છતા, આરોગ્ય અને પર્યટન વિકાસનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. કાંકરિયા કાર્નિવલના સફળ આયોજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગો તેમજ પોલીસ તંત્રની કામગીરીને અભિનંદન. ‘લવેબલ અને લિવેબલ’ અમદાવાદના સર્વાંગી વિકાસ માટે આ કાર્નિવલ એક મજબૂત માધ્યમ બન્યો છે, જે આગામી વર્ષોમાં વધુ ભવ્ય અને યાદગાર બનતો રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code