1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં નબીરાઓએ બે લકઝરી કારની રેસ લગાવતા સર્જાયો અકસ્માત
સુરતમાં નબીરાઓએ બે લકઝરી કારની રેસ લગાવતા સર્જાયો અકસ્માત

સુરતમાં નબીરાઓએ બે લકઝરી કારની રેસ લગાવતા સર્જાયો અકસ્માત

0
Social Share

સુરત, 2 જાન્યુઆરી 2026: An accident occurred while two luxury cars were racing in Surat શહેરમાં રાતના સમયે જાહેર રોડ પર પૂરફાટ ઝડપે વાહનો દોડાવીને નબીરાઓ દ્વારા સ્ટંટ કરીને સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરવાના બનાવો વધતા જાય છે. પોલીસ દ્વારા અવાર-નવાર આવા નબીરોઓને પાઠ ભણાવવામાં આવતો હોય છે. ત્યારે આવો જ એક વધુ  બનાવ બન્યો છે. શહેરના પોશ ગણાતા વેસુ વીઆઈપી રોડ પર નબીરાઓની જોખમી રેસિંગે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. મોંઘીદાટ લક્ઝરી કારો લઈને નીકળેલા બે નબીરાઓએ પુરપાટ ઝડપે રેસ લગાવતા અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે તેમાં સામેલ ત્રણેય કારોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ જેટલા લાઈટ પોલ જડમૂળથી ઉખડી ગયા હતા. વેસુ પોલીસે આ મામલે એક કાપડ વેપારી નબીરાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય કારનો ચાલક ફરાર થઈ જતા તેને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, નવા વર્ષ પ્રારંભની રાતે શહેરના પોશ ગણાતા વેસુ વીઆઈપી રોડ પર નબીરોઓ લક્ઝરી કાર્સ- મહિન્દ્રા BE-6 (ઈલેક્ટ્રિક) અને BMW લઈને રેસિંગ કરી રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. પોલીસના કહેવા મુજબ અકસ્માત સમયે બંને કારોની સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હતી. આ બેફામ ગતિએ દોડતી કારોએ રસ્તા પરથી પસાર થઈ રહેલી સ્વીફ્ટ કાર (નંબર: GJ 05 CR 2068) ને જોરદાર ટક્કર મારતા સ્વીફ્ટ કાર ચલાવી રહેલી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કારને આગળથી લઈ પાછળ સુધી મોટું નુકસાન થયું હતું અને કાચના ટુકડા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. BMW કારમાં એરબેગ સમયસર ખુલી જતાં ચાલકનો બચાવ થયો હતો, પરંતુ લક્ઝરી કારોના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પૂરફાટ ઝડપે જતી કારો રસ્તાની બાજુમાં આવેલા ડિવાઈડર અને લાઈટ પોલ સાથે અથડાઈ હતી, જેના કારણે સ્ટ્રીટ લાઈટના ત્રણ પોલ ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા હતા.

સમગ્ર મામલે વેસુ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જનાર મહિન્દ્રા BE-6 કારના ચાલક મંથન પટેલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંથન પટેલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો નબીરો છે. જ્યારે તેની સાથે રેસ લગાવી રહેલો અન્ય કારનો ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે, જેની શોધખોળ તેજ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code