1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

0
Social Share

અમદાવાદ, 30 જાન્યુઆરી 2026: કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો મેસેજ મળતા સુરક્ષાના કારણોસર પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક સાધ્યો હતો. અને અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર  ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફલાઈટમાં તમામ પ્રવાસીઓને ઉતારીને પ્રવાસીઓને લગેજને બહાર કાઢીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરાયું હતું.

કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો મેસેજ મળતા જ ફ્લાઈટના પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક સાધ્યો હતો. અને અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર  ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઇટના સુરક્ષિત લેન્ડિંગ બાદ વિમાનને રન-વેથી દૂર આઈસોલેશન બે માં લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ફ્લાઇટ કુવૈતથી ઉપડીને દિલ્હી જઈ રહી હતી. વિમાનમાં કુલ 180 પ્રવાસીઓ સવાર હતા. ફ્લાઇટમાં બોમ્બ હોવાનો સંદેશ મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. તમામ 180 પ્રવાસીઓનું પર્સનલ ચેકિંગ કરવામાં આવ્યું હતુ. અને વિમાનમાં રહેલા તમામ પ્રવાસીના લગેજને બહાર કાઢીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરાયું હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા આખું વિમાન ફંફોસી મારવામાં આવ્યું હતું જેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તેને નિષ્ક્રિય કરી શકાય. પણ વાંધાજનક કંઈ મળ્યુ નહતું. એરપોર્ટ પર એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર અને સ્થાનિક પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ધમકી અફવા હોવાનું જણાય છે, પરંતુ એજન્સીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code