1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં અંબિકાધામ ફ્લેટ્સના મકાનની બાલ્કની ધસી પડતા બે ઘવાયા, 20નું રેસ્ક્યુ કરાયું
વડોદરામાં અંબિકાધામ ફ્લેટ્સના મકાનની બાલ્કની ધસી પડતા બે ઘવાયા, 20નું રેસ્ક્યુ કરાયું

વડોદરામાં અંબિકાધામ ફ્લેટ્સના મકાનની બાલ્કની ધસી પડતા બે ઘવાયા, 20નું રેસ્ક્યુ કરાયું

0
Social Share

વડોદરા, 17 માર્ચ 2026: balcony of Ambikadham Flats  collapses શહેરના સોમા તળાવ વિસ્તારમાં અંબિકાધામ એપાર્ટમેન્ટના બે માળની બાલ્કની એકાએક તૂટી પડતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફલેટમાં ફસાયેલા 20 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સોસાયટીમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે બારીઓ કાપીને લોકોને બહાર કાઢ્યા હતા.

વડોદરા ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના સોમા તળાવ વિસ્તારમાં અંબિકાધામ સોસાયટી નામનું બિલ્ડિંગ છે, જે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું છે. આ બિલ્ડિંગમાં બીજા અને ત્રીજા માળની ગેલેરી ધરાશાયી થઈ હતી. આ ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસની વિવિધ ટીમો, જેવી કે પાણીગેટ, ગજરાવાડી, GIDC અને દાંડિયાબજાર ફાયર સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બીજા માળના 3થી 4 મકાનો અને ત્રીજા માળના 3થી 4 મકાનોના પરિવારો ફસાયા હતા. અમે અંદાજે 15થી 20 જેટલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા છે.

ફાયર બ્રિગેડના અધિકારીના કહેવા મુજબ  અમે લેડર (સીડી) અને બ્રોન્ટો સ્કાયલિફ્ટ જેવી અલગ-અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું છે. અમે જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા તે પહેલાં એક મહિલાને ઈજા થઈ હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. જોકે, અમે પહોંચ્યા બાદ બાકીના તમામ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લીધા છે. આ કામગીરીમાં લગભગ દોઢથી બે કલાક જેટલો સમય લાગ્યો હતો. જી.ઈ.બી.નો પાવર સપ્લાય કાપવામાં અને બ્રોન્ટો ઓપરેટ કરવામાં નડતરરૂપ થતા ઝાડ અને જીવંત વાયરોને કારણે થોડી વાર લાગી હતી. બાકી મારી ટીમ સીડી લગાવીને તરત જ દરેક ઘરમાં પહોંચી ગઈ હતી અને બધાને સુરક્ષિત કરી લીધા હતા. અમારે અમુક દરવાજા અને બારીઓ કાપવા પડ્યા હતા. કારણ કે બરોબર દરવાજાની સામે જ સિમેન્ટના બ્લોક અને સ્ટ્રક્ચરનો કાટમાળ પડ્યો હતો, જેથી દરવાજા ખુલી શકે તેમ નહોતા એટલે બારી કાપીને લોકોને બહાર કાઢ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code