1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ રેન્જમાં ઘરફોડ ચોરી કરતી ખૂંખાર ગેન્ગના 19 સામે ગુજસીકોટ દાખલ કરાયો
રાજકોટ રેન્જમાં ઘરફોડ ચોરી કરતી ખૂંખાર ગેન્ગના 19 સામે ગુજસીકોટ દાખલ કરાયો

રાજકોટ રેન્જમાં ઘરફોડ ચોરી કરતી ખૂંખાર ગેન્ગના 19 સામે ગુજસીકોટ દાખલ કરાયો

0
Social Share

રાજકોટ, 19 માર્ચ 2026: Gujsikot’ filed against 19 members of a gang of burglars  સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત જુદા જુદા શહેરોમાં ઘરફોડ ચોરી કરતી ખૂંખાર ગેન્ગના 19માંથી 10 આરોપીને પકડી લીધા છે, આ ગેન્ગના 4 આરોપી જેલવાસ ભોગવી રહ્યા છે. જ્યારે બાકીના 5 આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. આ ગેન્ગના તમામ 19 આરોપીઓ સામે રાજકોટ જિલ્લાના વિંછીયા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય સહીત સૌરાષ્ટ્રભરમાં દિવસ રાત બંધ મકાનને ટાર્ગેટ બનાવી ઘરફોડ ચોરીને અંજામ આપતા 19 શખસો વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં પોલીસે કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ચાર આરોપી જેલમાં બંધ છે જેનો કબ્જો મેળવી તેમની ધરપકડ કરવામાં આવશે. મુખ્ય આરોપી રણજીત ઉર્ફે બોડિયો ઉર્ફે રણિયો પરમાર જે મૂળ પાલીતાણાનો રહેવાસી છે, જેના વિરુદ્ધ કુલ 45 ગુના નોંધાઈ ચુક્યા છે, જે ફરાર હોવાથી તેની અને બાકીના ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. રણજીત બોડીયા ગેંગના 19 સભ્યો વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 92 ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં ચોરી, લૂંટ, દુષ્કર્મ, ગેંગ કેસ અને પ્રોહિબિશનના કેસનો સમાવેશ થાય છે.

 દરમિયાન પોલીસ સૂત્રોના કહેવા મુજબ પાલીતાણાના કુખ્યાત તસ્કર રણજીત ઉર્ફે બોડીયો અને તેની ગેંગના 18 શખસોએ છેલ્લા 10 વર્ષમાં રાજકોટ ગ્રામ્ય, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી સહિતના જિલ્લામાં 80 ચોરીના ગુના સહિત લૂંટ, દુષ્કર્મ, દારૂ, જીવલેણ અકસ્માત સહિત 92 ગુનાને અંજામ આપ્યો છે. હાલ પોલીસે 10 શખસોની ધરપકડ કરી છે, જ્યારે 4 આરોપી જેલમાં છે જેનો કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવશે અને મુખ્ય સૂત્રધાર સહિતના 5 શખસો ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે. તપાસ દરમિયાન આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ કરી મેળવેલી ગેરકાયદે મિલ્કતો ટાંચમાં લેવા અને અનધિકૃત બાંધકામ તોડી પાડવા સહીત કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code