1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર નજીક રેતી ભરેલા ડમ્પરે ખનીજ વિભાગની બોલેરો પર પલટી ખાધી
ગાંધીનગર નજીક રેતી ભરેલા ડમ્પરે ખનીજ વિભાગની બોલેરો પર પલટી ખાધી

ગાંધીનગર નજીક રેતી ભરેલા ડમ્પરે ખનીજ વિભાગની બોલેરો પર પલટી ખાધી

0
Social Share

ગાંધીનગર, 10 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના પીપળજ પાસે આવેલી ખાણ-ખનીજ વિભાગની ચેકપોસ્ટ નજીક ઊભેલી સરકારી બોલેરો જીપ પર રેતી ભરેલું ડમ્પર પલટી ખાઈ જતાં બોલેરો જીપનો કુરચો બોલી ગયો હતો. સદનસીબે આ અકસ્માત સમયે રોડ સાઈડ પાર્ક કરેલી બોલેરો જીપમાં કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગરના પીપળજ નજીક આવેલી ખાણ-ખનીજ વિભાગની ચેકપોસ્ટ પાસે વિભાગની બોલેરો જીપ નિયમ મુજબ ઉભી હતી.  દરમિયાન રેતી ભરીને પૂરફાટ ઝડપે આવેલા  ડમ્પરના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. અને બેકાબૂ બનેલું ડમ્પર સીધું જ ચેકપોસ્ટ પાસે ઉભેલી બોલેરો જીપ પર પલટી મારી ગયું હતું. આ ડમ્પર એટલી જોરદાર રીતે પલટ્યું હતું કે બોલેરો ગાડી ડમ્પરના વજન નીચે દબાઈ ગઈ હતી અને તેનો સંપૂર્ણ લોસ થયો હતો.

આ ઘટના અંગે ખાણ-ખનીજ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચેકપોસ્ટ પર અગાઉથી વિભાગની બોલેરો જીપ પાર્ક કરવામાં આવી હતી. તે સમયે એક ટ્રક ડમ્પર આગળ ઉભી હતી. જેની પાછળ અન્ય એક ટ્રક પૂરપાટ ઝડપે આવી પહોંચી હતી. ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને બોલેરો જીપ તેની નીચે દબાઈ ગઈ હતી. સદનસીબે રાહતની વાત એ છે કે જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે બોલેરો જીપનો ડ્રાઈવર ગાડીની બહાર હતો. જેના કારણે તેનો આબાદ બચાવ થયો છે. બીજી તરફ, ટ્રકના ડ્રાઈવરને આ ઘટનામાં સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડ અથવા બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code