સુરેન્દ્રનગર, 30 માર્ચ 2026: A steady stream of pilgrims flock to see Chamunda Mataji on Chaitri Poonam ચૈત્રી પૂનમના દિને ચામુંડા માતાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને ચોટિલામાં ચામુંડા માતાજીના દર્શને જતા હોય છે. ચૈત્રી પુનમને બે-ત્રણ દિવસ બાકી છે ત્યારે ચોટિલા તરફ જતા તમામ રોડ પર પદયાત્રીઓનું વણઝાર જોવા મળી રહી છે. વિરમગામ-લખતર-સુરેન્દ્રનગર હાઇવે પર છેલ્લા બે દિવસથી પદયાત્રીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ યાત્રાળુઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા-પાણી, નાસ્તો, ભોજન, આરામ, દવાઓ અને મોબાઇલ ચાર્જિંગ સહિતની નિઃશુલ્ક સુવિધાઓ પૂરી પાડવા માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ચૈત્રી પૂનમ પહેલા લખતર હાઈવે પર પદયાત્રીઓની વણઝાર જોવા મળી રહી છે. પગપાળા યાત્રા કરીને ધજા ચડાવવાનો વિશેષ મહિમા હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ યાત્રાળુઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા-પાણી, નાસ્તો, ભોજન, આરામ, દવાઓ અને મોબાઇલ ચાર્જિંગ સહિતની નિઃશુલ્ક સુવિધાઓ પૂરી પાડવા માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. ગાંધીનગર, અમદાવાદ, સાણંદ, મહેસાણા, કડી, કલોલ, બહુચરાજી, માંડલ, વિરમગામ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો ચોટીલા જવા માટે પગપાળા નીકળ્યા છે. સૌરાષ્ટ્રના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા લખતર તાલુકાના વિઠ્ઠલગઢ, છારદ, ઓળક, કડુ, ગેથળા હનુમાન મંદિર, લખતર અને જાગડાસર મેલડી મંદિર સહિતના અનેક સ્થળોએ સેવા કેમ્પો ધમધમી રહ્યા છે.
આ સેવા કેમ્પોના આયોજનથી દરરોજ મોટી સંખ્યામાં પદયાત્રીઓ લાભ લઈ રહ્યા છે અને આ સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ ધોમધખતા તાપમાં પગપાળા યાત્રા કરતા જોવા મળી રહ્યા છે.


