ભાવનગર, 2 એપ્રિલ 2026: Young man stabbed and robbed in front of his fiancée શહેરમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોય તેમ મારામારી, હત્યા અને લૂંટના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના ઈસ્કોન કલબથી આગળ વિક્ટોરીયા પાર્કની પાછળના ભાગે 1 એપ્રિલની મોડીરાતે લૂંટની ઘટના બની હતી. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં શક્તિ માઁના મંદિર પાસે રહેતો મનદિપસિંહ દિલીપસિંહ યાદવ (ઉં.વ 25) ગતરાત્રે 11 વાગ્યાના અરસામાં તેની મંગેતર દિશા ડાભી સાથે બાઈક ઉપર આંટો મારવા માટે નીકળ્યો હતો. તે વેળાએ શહેરના વિક્ટોરીયા પાર્કની પાછળના ભાગે ઈસ્કોન કલબથી સાગવાડી જવાના માર્ગ પર વળાંકમાં બન્ને બાઈક પાર્ક કરીને વાતો કરી રહ્યાં હતાં. આ સમયે બાઇકમાં સવાર બે શખસે યુવકને છરી મારીને મોબાઈલ ફોન પર્સ અને 8થી 10 હજાર રોકડની લૂંટ કરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઈસ્કોન કલબથી આગળ વિક્ટોરીયા પાર્કની પાછળના મનદિપસિંહ દિલીપસિંહ યાદવ (ઉં.વ 25) ગતરાત્રે 11 વાગ્યાના અરસામાં તેની મંગેતર દિશા ડાભી સાથે બાઈક ઉપર આંટો મારવા માટે નીકળ્યો હતો. તે વેળાએ શહેરના વિક્ટોરીયા પાર્કની પાછળના ભાગે ઈસ્કોન કલબથી સાગવાડી જવાના માર્ગ પર વળાંકમાં બન્ને બાઈક પાર્ક કરીને વાતો કરી રહ્યાં હતાં. આ સમયે બાઈક પર બે લૂંટારૂં શખ્સો આવ્યા હતા.અને લૂંટ કરવાનો પ્રયાસ કરતા હાથાપાઈ થતાં તસ્કરોએ મનદિપસિંહને છરીના બે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી તેનું પાકીટ તેમજ દિશાબેનનું પર્સ અને મોબાઈલ મળી અંદાજિત 8થી 10 હજાર રોકડની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતાં. દરમિયાન ઈજાગ્રસ્ત મનદિપસિંહને ગંભીર હાલતમાં ભાવનગર સર. ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતા લોકલ ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને નિલમબાગ પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત યુવક અને યુવતીની પૂછપરછ બાદ હુમલાખોર શખસોને ઝડપી પાડવા કવાયત્ હાથ ધરી છે.
આ બનાવ અંગે ઘટનાસ્થળેથી ઇજાગ્રસ્ત યુવકની મંગેતર દિશાબેન અશોકભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, મારા ફિયાન્સે કહ્યું કે આપણે વાત કરીને પછી અહીંથી આમ નીકળી જઈશું. અમે અહીં બરાબર બાઇક મૂકી અને ચાલતા-ચાલતા વાતોચીત કરતા હતા, ત્યાં બે જણા આવ્યા હતાં. તેઓએ મોઢે બ્લેક રૂમાલ બાંધેલો હતો અને હાથમાં છરી હતી. બે શખસોએ ફટાફટ આવીને કહ્યું કે, જેટલા પૈસા હોય એટલા કાઢીને દઈ દે. મારા ફિયાન્સે રૂપિયા આપતા હતા ત્યાં જ બે મિનિટમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ. મારા ફિયાન્સે ધક્કો મારી દીધો. મેં વીડિયો ચાલુ કર્યો અને કીધું ને કે વીડિયો ચાલુ કરું છું, વીડિયો ચાલુ કરું છું, ત્યાં મારા ફિયાન્સને છરી મારીને એનું વોલેટ લઈ ગયાં. મારું પર્સ પણ લઈ ગયા અને મોબાઈલ લઈ ગયા. અંદાજિત 8થી 10 હજાર જેવું હતું, તે લઈને ભાગી નાસી ગયા હતા, પોલીસે ગુનો નોંધીને લૂંટારા શખસોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.


