1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના કામરેજ હાઈવે પર ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 15 પ્રવાસીઓને ઈજા
સુરતના કામરેજ હાઈવે પર ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 15 પ્રવાસીઓને ઈજા

સુરતના કામરેજ હાઈવે પર ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 15 પ્રવાસીઓને ઈજા

0
Social Share
  • એસટી બસ રેતી ભરેલા ટ્રક પાછળ અથડાઈ,
  • એક પ્રવાસી બસમાં ફસાઈ જતા પતરૂ કાપીને બહાર કઢાયો,
  • કીમ ચાર રસ્તા પાસે અજાણ્યા વાહને ટેમ્પાને ટક્કર મારી

સુરતઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે કામરેજ હાઈવે પર અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. કામરેજ વિસ્તારમાં નેશનલ હાઇવે 48 પર દાહોદથી સુરત આવી રહેલી સરકારી બસ સર્વિસ રોડ પર ઉભેલા રેતી ભરેલા ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા બસના 15 જેટલા પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. જ્યારે એક પ્રવાસી બસમાં ફસાઈ ગયો હતો. કામરેજ ફાયર અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસના PSI ઇશ્વર સિંહ સિસોદીયા સહિતનો સ્થળ પર દોડી ગયેલ સ્ટાફ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બસનું પતરું કાપીને ફસાયેલા પ્રવાસીને બહાર કાઢ્યો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, કામરેજ હાઈવે પર રેતી ભરેલી ઊભેલી ટ્રક સાથે પ્રવાસી બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનો બનાવ કામરેજ ગામ પાસે સર્વિસ રોડ પર બન્યો હતો. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસનો કાફલો દોડી ગયો હતો. અને ફાયરનો સ્ટેફ પણ દોડી આવ્યો હતો. બસમાં પ્રવાસ કરી રહેલા 15 પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, રેતી ભરેલા ટ્રકમાં પંચર પડતા તે સર્વિસ રોડ પર ઉભો હતો, જેની સાથે બસ અથડાઈ હતી.

સુરત જિલ્લાના નેશનલ હાઈવે 48 પર અકસ્માતની એક ઘટના સામે આવી છે. કીમ ચાર રસ્તા નજીક પીપોદરા ગામે મોંગલ માતાના મંદિર પાસે આ અકસ્માત સર્જાયો હતો. એક અશોક લેલેન્ડ ટેમ્પો પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલા અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ટક્કરના કારણે ટેમ્પો ડિવાઈડર પર ચડીને પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર ચાલક અને ક્લીનરને સામાન્ય ઈજાઓ થઈ હતી અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. તાત્કાલિક ક્રેન બોલાવવામાં આવી હતી. ક્રેનની મદદથી ટેમ્પોને સીધો કરીને હાઈવેની સાઈડમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રાફિક પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. મોટી જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code