1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા AI અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે
સુરતમાં મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા AI અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

સુરતમાં મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા AI અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

0
Social Share

સુરત, 29 માર્ચ 2026: AI and drone technology will be used to eliminate mosquito infestation શહેરમાં મચ્છરોના ઉપદ્રવ વધતો જાય છે. જેના કારણે મચ્છરજન્ય રોગચાળો પણ વધતો જાય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે એઆઈ અને એમએલ આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.આ પ્રોજેક્ટ માટે અંદાજે 67 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે, શહેરના ગીચ વિસ્તારોમાં પ્રથમ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

સુરત મ્યુનિ.કોર્પોરેશને આરોગ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન અને ત્યારબાદ વધતા જતા મચ્છરોના ઉપદ્રવ અને તેને કારણે ફેલાતા ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળાને નિયંત્રિત કરવા માટે હવે આકાશમાંથી નજર રાખવાનું નક્કી કર્યું છે. સુરત મ્યુનિ. દ્વારા હવે એઆઈ અને એણએલ આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છરોનો નાશ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 67 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શરૂઆતના તબક્કામાં શહેરનો 150 સ્ક્વેર કિલોમીટર જેટલો વિશાળ વિસ્તાર આવરી લેવામાં આવશે. અત્યાર સુધી મ્યુનિના કર્મચારીઓ ઘરે-ઘરે જઈને અથવા ફોગિંગ મશીન દ્વારા મચ્છરોનો નાશ કરવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ ગીચ વિસ્તારોમાં આ પદ્ધતિની મર્યાદાઓ હતી. હવે ડ્રોન ટેકનોલોજી આ મર્યાદાઓને દૂર કરશે.

એસએમસીના સૂત્રોના કહેવા મુજબ આ સાદા ડ્રોન નથી, પરંતુ તે Artificial Intelligence અને Machine Learning થી સજ્જ છે. ડ્રોનમાં લાગેલા હાઈ-રિઝોલ્યુશન કેમેરા એવા સ્થાનો શોધી કાઢશે, જ્યાં પાણી ભરાયેલું હોય અને મચ્છરોના પોરા હોવાની શક્યતા હોય. મશીન લર્નિંગના ઉપયોગથી ડ્રોન જાતે જ નક્કી કરી શકશે કે કયા વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ છે અને ક્યાં તાત્કાલિક દવાનો છંટકાવ કરવાની જરૂર છે. આ ટેકનોલોજીની મદદથી ધાબા પર પડેલા ભંગાર, ટાયરો અથવા ખુલ્લા પ્લોટમાં ભરાયેલા પાણીમાં સચોટ રીતે દવાનો છંટકાવ કરી શકાશે, જ્યાં માનવ હસ્તક્ષેપ મુશ્કેલ છે. શહેરમાં જ્યાં વસ્તી ગીચતા વધારે છે અને જ્યાં રોગચાળો ફેલાવાની શક્યતા વધુ રહેતી હોય છે, તેવા વિસ્તારોને આ પ્રોજેક્ટમાં પ્રાથમિકતા અપાશે.. ખાસ કરીને ઉધના, લિંબાયત અને વરાછા જેવા ઝોનમાં પાલિકાએ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ વિસ્તારોમાં અગાઉ મેન્યુઅલ કામગીરીમાં અનેક પડકારો આવતા હતા, જેનો ઉકેલ હવે આધુનિક ડ્રોન આપશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code