વાવ-થરાદ. 31 માર્ચ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન મોદી ગાંધીનગરના કોબામાં જૈન હેરિટેઝ મ્યુઝિયમ અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ નવરચિત જિલ્લા વાવ-થરાદની મુલાકાત લઈને રૂ. 19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતુ. વડાપ્રધાને જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં એક સમયે પાણીની અછતને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતી હતી. મા-બહેન-દીકરીઓને 4-5 કિમી દૂર જઈને પાણી લેવા જવું પડતું હતું, પરંતુ અમે નર્મદાનું પાણી ગામ ગામ સુધી પહોંચ્યું. જેના કારણે ખેડૂતોનો વિકાસ થયો છે. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારને લીધે સર્વાંગી વિકાસ કરી શકાયો છે.
વડાપ્રધાન મોદીએ સંબોધનના પ્રારંભમાં જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા જ ચૈત્રી નવરાત્રિ પૂર્ણ થઈ, જેથી મા અંબાની કૃપાથી અહીં આવવાનો મોકો મળ્યો અને આજે પવિત્ર મહાવીર કલ્યાણક દિવસની શુભકામના. પહેલીવાર મારું વિમાન સીધું ડીસા એરબેઝ પર લેન્ડ થયું એ ગર્વની વાત છે. આ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય સરહદથી 130 કિમી દૂર છે, જે દેશની સુરક્ષા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. ડીસામાં એરબેઝ હોવું જરૂરી હતું પરંતુ, તે સમયે દિલ્હીમાં રાજ કરનારાઓને ગુજરાતીઓ સાથે નફરત હતી, જેથી લાંબા સમય સુધી ડીસા એરબેઝની ફાઈલ દબાઈ ગઈ હતી. તે મેં ખોલી કરાવી અને આજે આ ક્ષેત્રના વિકાસથી ડીસાનો વિકાસ થયો છે.
વધુમાં તેઓએ ઉમેર્યું કે, આ વિસ્તારમાં એક સમયે પાણીની અછતને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતી હતી. મા-બહેન-દીકરીઓને 4-5 કિમી દૂર જઈને પાણી લેવા જવું પડતું હતું, પરંતુ અમે નર્મદાનું પાણી ગામ ગામ સુધી પહોંચ્યું. જેના કારણે ખેડૂતોનો વિકાસ થયો છે, જેથી જ ડીસાના બટેટા દેશમાં વખણાય છે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે કોરિડોર આ ક્ષેત્રને સમર્પિત છે. આ વિકાસથી ઉદ્યોગ અને રોકાણ વધ્યું, રોજગારી વધી છે. હિંમતનગર-ખેડબ્રહ્મા ગેસ કન્વર્ઝન અને આજે હિંમતનગર-અસરવા ટ્રેન સેવા શરૂ થઈ આ બધો વિકાસ 2014 બાદ ડબલ એન્જીનની સરકારે કરી છે.
વાવ-થરાદમાં આજે PM મોદીએ કેન્દ્ર સરકારના ઊર્જા, માર્ગ પરિવહન અને હાઈવે તેમજ રેલવેના વિકાસ કાર્યોની ભેટ આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના 34 જિલ્લાઓમાં 38,949 મકાનોમાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ કરાવ્યો હતો. પ્રવાસન, પરિવાર કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના રૂ.8,886ના કાર્યોની ભેટ આપી વડાપ્રધાન મોદીએ વાવ-થરાદમાં બે બાયોગેસ CNG સ્ટેશનનું લોકાર્પણ પણ કર્યું હતું તેમજ. ભીલડીમાં રૂ.375 કરોડના ખર્ચે 125 એકરમાં ફેલાયેલા પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.


