1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડિગ્રી ઇજનેરીમાં 139 કૉલેજની 57656માંથી 30305 બેઠક પર વિદ્યાર્થીઓનું એલોટમેન્ટ
ડિગ્રી ઇજનેરીમાં 139 કૉલેજની 57656માંથી 30305 બેઠક પર વિદ્યાર્થીઓનું એલોટમેન્ટ

ડિગ્રી ઇજનેરીમાં 139 કૉલેજની 57656માંથી 30305 બેઠક પર વિદ્યાર્થીઓનું એલોટમેન્ટ

0
Social Share
  • ચાલુ વર્ષનું એલોટમેન્ટ ગત વર્ષની તુલનાએ 1222 જેટલું ઓછું,
  • ધો. 12 સાયન્સના એ ગ્રુપમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી,
  • સરકારી ઇજનેરી કૉલેજોની 9 બ્રાન્ચોની તમામ બેઠકો પર 100 ટકા એલોટમેન્ટ

અમદાવાદઃ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ ઈજનેરી કોલેજોમાં ઓનલાઈન પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં એસીપીસીની ડિગ્રી એન્જિનિયરિંગ પ્રથમ રાઉન્ડ એલોટમેન્ટ-2025ની જાહેરાતમાં 139 કૉલેજોની 57656 બેઠકોની સામે 30305 વિદ્યાર્થીઓને એલોટમેન્ટ થયું છે. તેની સામે ગત વર્ષે કુલ 138 કૉલેજોની 57656 બેઠકો પર 31527 વિદ્યાર્થીઓને એલોટમેન્ટ થયુ . ચાલુ વર્ષનું એલોટમેન્ટ ગત વર્ષની તુલનાએ 1222 જેટલું ઓછું છે. આ વર્ષે ધો. 12 સાયન્સના એ ગ્રુપમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનુ કહેવાય છે. આ સાથે જ સરકારી ઇજનેરી કૉલેજોની 9 બ્રાન્ચોની તમામ બેઠકો પર 100 ટકાનું એલોટમેન્ટ થયું છે.

ગુજરાતમાં જીટીયુ સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજમાં દર વર્ષે બેઠકો ખાલી રહે છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ 30 કૉલેજોની 100 ટકા બેઠકો પર, જ્યારે 18 કૉલેજોમાં 75થી વધુ અને 100 ટકા ઓછી બેઠકો ભરાઈ છે. જ્યારે 17 કૉલેજો એવી છે કે જેની કુલ 50થી 75 ટકા સુધીની, જ્યારે 17 કૉલેજો એેવી છે કે જેની 25 ટકાથી 50 ટકા સુધીની બેઠકો ભરાઈ છે. સીટ એલોટમેન્ટ મેળવનારા વિદ્યાર્થીઓ નિયત ટોકન ફી ભરીને 17મી જૂન સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવીને આગળના રાઉન્ડમાં ભાગ લઈ શકશે. અગાઉ રજિસ્ટ્રેશનથી વંચિત, પૂરક પરીક્ષામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન 19મી જૂનથી શરૂ થશે. પૂરક પરીક્ષાના પરિણામ બાદ બીજો રાઉન્ડ શરૂ થશે, જેમાં મેરીટવાળા વિદ્યાર્થીઓ પોતાની ચોઈસમાં ફેરફાર કરી શકશે.

આ વર્ષે સરકારી ઇજનેરીની 9 બ્રાન્ચોની બેઠકો ભરાઈ છે, તેમાં કમ્પ્યુટ સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઈસી, મિકેનિકલ, સિવિલ, ઇલેકટ્રિકલ, કેમિકલ, ટેક્સટાઈલ અને માઇનિંગ એન્જિનિયરિંગની બ્રાન્ચનો સમાવેશ થાય છે. શૈક્ષણિક વર્ષ 2025-26ના ડિગ્રી એન્જિનિયરિંગના પ્રવેશ માટે કુલ 40040 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. તેેમાંથી 38403 વિદ્યાર્થીઓનો મેરીટમાં યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી 34772 વિદ્યાર્થીઓએ કુલ 935365 જેટલી ચોઇસ ફીલિંગ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code