1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં પાલડીમાં AMTSની બસમાં લાગી આગ, પ્રવાસીઓનો બચાવ
અમદાવાદમાં પાલડીમાં AMTSની બસમાં લાગી આગ, પ્રવાસીઓનો બચાવ

અમદાવાદમાં પાલડીમાં AMTSની બસમાં લાગી આગ, પ્રવાસીઓનો બચાવ

0
Social Share

અમદાવાદ, 13 માર્ચ 2026: AMTS bus catches fire શહેરના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે લાલદરવાજાથી બાવળી તરફ જતી એએમટીએસની બસમાં આગ લાગી હતી. જોકે એએમટીએસના ચાલકે એન્જિનમાંથી નિકળતો ધૂમાડો જોતા જ બસમાં પ્રવાસીઓને નીચે ઉતારી દેતા જાનહાની ટળી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બસમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી. આગમાં બસનો આગળનો ભાગ, એન્જિન, રૂફ સિલીંગ તેમજ આગળની 4 સીટો સળગી ગઈ હતી.

 આ બનાવની વિગત એવી છે કે, શહેરના પાલડી વિસ્તારમાં એએમટીએસ બસમાં આગ લાગવાની ઘટના બની હતી. લાલ દરવાજાથી બાવળા તરફ જતી બસમાં પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે જ્યારે બસ પેસેન્જરને લેવા ઉભી રહી ત્યારે એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળ્યો હતો. તેથી ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. એન્જિનમાંથી આગ શરૂ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બસમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

ફાયરબ્રિગેડના સૂત્રોએ કહ્યું હતું કે, એએમટીએસ રુટ 35ની બસ લાલદરવાજાથી બાવળા તરફ જતી હતી. તે દરમિયાન પાલડીના જૈન મરચંટ બસ સ્ટેન્ડ પર પેસેન્જર લેવા ઊભી રાખવામાં આવી હતી. બસના એન્જિન બોનેટમાંથી અચાનક ધુમાડો આવવા લાગતા કંડક્ટરે બસના પ્રવાસીઓ ઊતારી દીધાં હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. બસ ડ્રાઈવરે ઇગ્નિશન સ્વીચ અને મેઈન સ્વીચ બંધ કરી પણ આગ ચાલુ થઈ ગઈ હતી. ફાયર એક્સટિંગ્વિશરથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પાછળ આવતી બસોમાંથી પણ ફાયર એક્ષ્ટીંન્ગ્યુશર કાઢી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને બુજાવી દીધી હતી. બસમાં આગળનો શો, એન્જિન, રૂફ સિલીંગ તેમજ આગળની 4 સીટો સળગી ગઈ હતી. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code