1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વઢવાણના નવા દરવાજા, કોળીપરા સહિત વિસ્તારોમાં 10 દિવસથી પાણી ન મળતા કકળાટ
વઢવાણના નવા દરવાજા, કોળીપરા સહિત વિસ્તારોમાં 10 દિવસથી પાણી ન મળતા કકળાટ

વઢવાણના નવા દરવાજા, કોળીપરા સહિત વિસ્તારોમાં 10 દિવસથી પાણી ન મળતા કકળાટ

0
Social Share

વઢવાણ, 25 ફેબ્રુઆરી 2026:  સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનમાં વઢવાણનો સમાવેશ કરી દેવાયા બાદ પણ વઢવાણના પ્રશ્નોના નિરાકરણમાં મ્યુનિના અધિકારીઓની ઉદાસિનતા જોવા મળી રહી છે. વઢવાણ શહેરના નવા દરવાજા, દોદરકોઠો, કોળીપરા અને દલિત વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીનો પુરવઠો બંધ રહેતા લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. મ્યુનિને રજુઆત કરવા છતાંયે કોઈ નિરાકરણ ન લવાતા મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. અને પાણીની સમસ્યા હલ કરવામાં નહીં આવે તો હાઈવે ચક્કજામની ચીમકી પણ આપવામાં આવી છે.

ઉનાળાના પ્રારંભે વઢવાણ શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે.  વઢવાણના અમુક વિસ્તારોમાં 10 દિવસથી પીવાનું પાણી નહીં આવતા મહિલાઓએ પાણીની ટાંકીએ હોબાળો કર્યો હતો. આ તકે પાણી નહીં મળે તો સુરેન્દ્રનગર ધંધુકા સ્ટેટ હાઈવે ચક્કાજામની ચીમકી આપી છે. વઢવાણ શહેરનો સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ વઢવાણ શહેરની પરિસ્થિતિ સુધરી નથી.

વઢવાણ શહેરના નવા દરવાજા, દોદરકોઠો, કોળીપરા અને દલિત વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીનો પુરવઠો બંધ રહેતા લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. પાણી માટે સ્થાનિક રહેવાસીઓને રોજબરોજ રઝળપાટ કરવાનો વારો આવી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ દૂર દૂરથી પાણી લાવવા મજબૂર બની છે. આ વિસ્તારની મહિલાઓએ રસ્તા પર ઉતરી આવી હોબાળો મચાવ્યો હતો અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ઘણા દિવસોથી નળમાં ટીપું પણ પાણી આવતું નથી. રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થતી નથી. રહેવાસીઓએ આક્ષેપ કર્યો કે ટેન્કર દ્વારા પણ નિયમિત પાણી પૂરું પાડવામાં આવતું નથી. જેના કારણે લોકોને પૈસા ખર્ચીને ખાનગી ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે.

સ્થાનિક મહિલાઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પીવાનું પાણી ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે તો રસ્તા પર ઉતરી રોડ ચક્કાજામ સહિત ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે તંત્ર તાત્કાલિક અસરથી પાણીનો નિયમિત પુરવઠો શરૂ કરે અને લાંબા ગાળાનો ઉકેલ લાવે, નહીં તો ઉનાળામાં પરિસ્થિતિ વધુ વિકટ બનશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code