
પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં તાલિબાન અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોને ટેકો આપે છે. 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકામાં થયેલા 9/11ના હુમલાએ વિશ્વભરને હતો. આ હુમલાનો માસ્ટર માઈન્ડ કુખ્યાત આતંકવાદી લાદેનને પણ અમેરિકી આર્મીએ પાકિસ્તાનમાં જ શોધીને ઠાર માર્યો હતો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ, લશ્કર અને ધાર્મિક નેતાઓ વચ્ચેના અયોગ્ય જોડાણે દેશમાં કટ્ટરપંથી ઇસ્લામને પ્રોત્સાહન આપ્યું, જેના કારણે પાકિસ્તાન આતંકવાદીઓનું આશ્ર્યસ્થાન બની ગયું છે. પાકિસ્તાનમાં કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદ જ નહીં પરંતુ અન્ય 12 જેટલા કુખ્યાત વૈશ્વિક આતંકવાદીઓ આશરો લઈ રહ્યાં છે.
પાકિસ્તાનમાં મૌલાના મસૂદ અઝહર – જૈશ-એ-મોહમ્મદ (JeM), ઝકીઉર રહેમાન લખવી – લશ્કર-એ-તૈયબા (LeT), સાજિદ મીર – લશ્કર-એ-તૈયબા (LeT), મોહમ્મદ યાહ્યા મુજાહિદ – લશ્કર-એ-તૈયબા, હાજી મોહમ્મદ અશરફ – લશ્કર-એ-તૈયબા (LeT), આરીફ કાસમાની – લશ્કર-એ-તૈયબા (LeT), મૌલાના મુફ્તી મોહમ્મદ અસગર (સાદ બાબા) – જૈશ-એ-મોહમ્મદ (JeM), સૈયદ સલાહુદ્દીન – હિઝબુલ મુજાહિદ્દીન (HM), અબ્દુલ રહેમાન મક્કી – જમાત-ઉદ-દાવા (JuD, LeT સાથે સંકળાયેલ), અસીમ ઉમર – ભારતીય ઉપખંડમાં અલ કાયદા (AQIS), સિરાજુદ્દીન હક્કાની – હક્કાની નેટવર્ક અને મુલ્લા ઓમર – તાલિબાન (અફઘાન) પાકિસ્તાનમાં રહેતા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી સંગઠનો સક્રિય છે, જે તેમની ધાર્મિક માન્યતાઓના આધારે વિભાજિત છે (દેવબંદી, અહલે હદીસ, જમાત-એ-ઇસ્લામી). તેમના ઉદ્દેશ્યોમાં જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવું અથવા અફઘાન તાલિબાનને ટેકો આપવાનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ ભારતમાં અવાર-નવાર ભાંગફોડની પ્રવૃતિઓને અંજામ આપે છે. થોડા મહિના પહેલા જ પાકિસ્તાની આંતકી આકાના ઈશારે આતંકવાદીઓએ પહેલગામમાં હુમલો કર્યો હતો અને પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને તેમની ઘાતકી હત્યા કરી હતી.