
બિહાર ચૂંટણીઃ કોંગ્રેસે 48 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે તેમજ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. હવે કોંગ્રેસે પણ બિહાર ચૂંટણીને લઈને 48 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રદેશ કોંગ્રેસ કમિટના પ્રમુખ રાજેશ રામ કુટુમ્બા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ વિધાયક દળના નેતા શકીલ અહેમદ ખાન કદવા બેઠક ઉપરથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે. આમ 42 ઉમેદવારો પૈકી 24 પ્રથમ તબક્કામાં અને બીજા 24 બીજા તબક્કામાં ચૂંટણી લડશે.
કોંગ્રેસે બછવાડા બેઠક ઉપર પ્રકાશ ગરીબ દાસ, બગહા બેઠખ ઉપર જયેશ મંગલસિંહ, નૌતન બેઠક ઉપર અમિત ગીરી, ચનપટિયા બેઠક ઉપર અભિષેક રંજન, બેતિયા બેઠક ઉપર વસી અહેમદ, રક્સૌલ બેઠક ઉપર શ્યામ બિહારી પ્રસાદ, ગોવિંદગંજ બેઠક ઉપર શશિ બૂષણ રાય ઉર્પે ગપ્પુ રાય, રીગાથી અમિતકુમાર સિંહ, બથનાથ બેઠક ઉપર નવીનકુમાર, બેનીપટ્ટી બેઠક ઉપર નલિની રંજન ઝા, બહાદુરગંજ બેઠક ઉપર મસ્વર આલમ, મનિહારી બેઠક ઉપર મનોહરપ્રસાદ સિંહ, બેગુસરાય બેઠક ઉપર અમિતા ભૂષણ, ખગડિયા બેઠક ઉપર ચંદન યાદલ, લખીસરાય બેઠક ઉપર અમરેશકુમાર અને નાલંદા બેઠક ઉપર કૌશલેન્દ્ર કુમારને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યાં છે.
દરમિયાન કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહના નેતૃત્વવાળી રાષ્ટ્રીય લોક મોર્ચાએ પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. એનડીએની સભ્ય પાર્ટી આલએલએમ કુલ 6 બેઠકો ઉપર ચૂંટણી લડશે. અગાઉ ભાજપા અને જેડીયુએ પણ ઉમાદવારોના નામની જાહેરાત કરી હતી.