1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિધાનસભાની ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે હર્ષદ પરમારને આપી ટિકિટ
વિધાનસભાની ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે હર્ષદ પરમારને આપી ટિકિટ

વિધાનસભાની ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે હર્ષદ પરમારને આપી ટિકિટ

0
Social Share

અમદાવાદ, 30 માર્ચ 2026BJP gives ticket to Harshad Parmar ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેરાત કરી દીધા છે. પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના પૂત્ર હર્ષદ પરમારને ભાજપે ટિકિટ આપી છે. ગોવિંદ પરમારના નિધન બાદ ઉમરેઠ બેઠક ખાલી પડતા કેન્દ્રિય ચૂંટણી પંચે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં તા.23મી એપ્રિલે ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થયો છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 6ઠ્ઠી એપ્રિલ છે.

આણંદનાં ઉમરેઠનાં ભાજપનાં ધારાસભ્ય ગોવિંદ પરમારનાં નિધનથી ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી 23 એપ્રિલનાં રોજ યોજવા માટે ચુંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેના માટે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં આજથી ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. જેથી ઉમેદવારો આજથી ઉમેદવારી પત્રો ભરી શકાશે. ભાજપે ગોવિદ પરમારના પૂત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હજુ ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. આ ચૂંટણી માટે 6 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરાશે, અને ઉમેદવારી ફોર્મની ચકાસણી 7 એપ્રિલે થશે. તેમજ 9 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. તા. 23 એપ્રિલ મતદાન યોજાશે. 4 મેના રોજ મતગણતરી હાથ ધરાશે

ઉમરેઠ વિધાનસભા બેઠકની આગામી 23 મી એપ્રિલના રોજ યોજાનારી પેટા ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતદાન શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં યોજાય તે માટે આણંદ ખાતે પોલીસને તાલીમ આપવામાં આવી છે. જેમાં પોલીસની ફરજ અને અધિકારો તેમજ ચૂંટણી દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code