અમદાવાદ, 26 માર્ચ 2026: GUJCET exam to be held from March 29th ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2026ની પરીક્ષા આગામી 29 તારીખે 669 કેન્દ્રો પરથી લેવાશે, આ પરીક્ષા માટે બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેનું પાલન કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ થતી અટકાવવા CCTV કેમેરા હેઠળ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ-2026 (ગુજકેટ)ની પરીક્ષા આગામી તા.20મી માર્ચે લેવાશે. આ પરીક્ષા માટે ગુજરાત બોર્ડ દ્વારા ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ વિશ્વાસપૂર્વક અને સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેનું તમામ આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા કામગીરીના જાણકાર હોય એવા વર્ગ-2ના અધિકારીની ઝોનલ અધિકારી તરીકે નિમણૂક કરવાની પણ સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે.
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ લેવા માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) જરૂરી છે. આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આગામી 29 મી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેનું પાલન કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. ગુજકેટ-2026 માટે 36 ઝોનની રચના કરવામાં આવી છે. જે માટે 668 પરીક્ષા સ્થળો પર એક લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટે ગુજરાત બોર્ડ દ્વારા ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવેલો છે. પરીક્ષામાં ગેરરીતિ થતી અટકાવવા CCTV કેમેરા હેઠળ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગરમીનું પ્રમાણ વધુ હોવાથી પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા અને આરોગ્ય ટીમ પણ તમામ પરીક્ષા કેન્દ્ર પર રાખવાની અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે.


