1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાન-અફગાનિસ્તાન વચ્ચે ફરી સરહદી અથડામણ, સરહદ પર ભારે ગોળીબારી
પાકિસ્તાન-અફગાનિસ્તાન વચ્ચે ફરી સરહદી અથડામણ, સરહદ પર ભારે ગોળીબારી

પાકિસ્તાન-અફગાનિસ્તાન વચ્ચે ફરી સરહદી અથડામણ, સરહદ પર ભારે ગોળીબારી

0
Social Share

પાકિસ્તાન અને અફગાનિસ્તાન વચ્ચે ફરીથી તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ છે. સાંજે બંને દેશોની સેનાઓ વચ્ચે તીવ્ર ગોળીબારી થયો હતો, તેમજ વિસ્ફોટકોથી હુમલો કર્યો હતો. પાકિસ્તાને તાજેતરમાં જ એક અફઘાન તાલિબાન ચૌકી પર હુમલાના થર્મલ ફૂટેજ જાહેર કર્યાં છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખોસ્ટ-મિરાનશાહ સરહદ વિસ્તારમાં પણ અથડામણ ચાલી રહી છે. ખોસ્ટ પ્રાંતના ગવર્નરના પ્રવક્તા મુસ્તગફર ગુરબઝએ મીડિયાને જણાવ્યું હતું કે, સાંજે લગભગ 7 વાગ્યે અફઘાન દળોએ જાજી મેદાન જિલ્લાના પલોચી વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકો પર હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં પાકિસ્તાની સૈનિકોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અફઘાન દળોની ઝડપી કાર્યવાહીથી તેમની યોજના નિષ્ફળ રહી હતી.

અફઘાન તાલિબાન સરકારએ પોતાના સરકારી ટેલિવિઝન પર એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તાલિબાનના સમર્થકો ડૂરંડ લાઇન પાસેની એક પાકિસ્તાની સૈનિક ચૌકી પર હુમલો કરતા જોવા મળે છે. વીડિયોમાં તાલિબાનના લડવૈયાઓ પાકિસ્તાની સૈનિકોને પકડતા અને ચૌકીનો કબ્જો લેતા દેખાય છે. જાણકારોનું માનવું છે કે, આ અથડામણો છેલ્લા કેટલાક અઠવાડિયાંથી ચાલી રહેલા તણાવમાં વધુ વધારો કરશે.

આ દરમિયાન પાકિસ્તાનની જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI-F)ના નેતા મૌલાના ફઝલુર રહમાને નિવેદન આપ્યું છે કે, તેઓ પાકિસ્તાન અને અફગાનિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા માટે મધ્યસ્થતા કરવા તૈયાર છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, “સૌપ્રથમ યુદ્ધવિરામ જરૂરી છે, કારણ કે ગોળીબાર વચ્ચે કોઈ ચર્ચા સફળ થઈ શકતી નથી.”

ફઝલુર રહમાને ઉમેર્યું કે, “બંને દેશો એકબીજાના માટે અત્યંત મહત્વના છે, પરંતુ જો સરહદ પર સતત ગોળીબારી ચાલુ રહેશે, તો તેનું સૌથી મોટું નુકસાન બંને દેશોની જનતાને સહન કરવું પડશે.” આ અથડામણ બાદ બંને દેશોની સૈનિક તૈનાતી વધારવામાં આવી છે, જ્યારે સરહદના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળ પર લઈ જવાનું શરૂ કરાયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code