1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 20મી એપ્રિલથી 19મી મે સુધી વસતી ગણતરી હાથ ધરાશે
ગુજરાતમાં 20મી એપ્રિલથી 19મી મે સુધી વસતી ગણતરી હાથ ધરાશે

ગુજરાતમાં 20મી એપ્રિલથી 19મી મે સુધી વસતી ગણતરી હાથ ધરાશે

0
Social Share

ગાંધીનગર, 10 ફેબ્રુઆરી 2026:  કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન સમગ્ર દેશમાં વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં ગુજરાતમાં 20મી એપ્રિલથી 19મી મે સુધી વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. વસતી ગણતરીમાં આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. દરેક મકાન, રહેણાંક એકમ અને ઘરેલુ માહિતી એકત્રિત કરવામાં આવશે.

ગુજરાતમાં આ પ્રક્રિયા માટે વિશેષ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યમાં 20 એપ્રિલ 2026થી 19 મે 2026 સુધી હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરાશે. આ દરમિયાન દરેક મકાન, રહેણાંક એકમ અને ઘરેલુ માહિતી એકત્રિત કરવામાં આવશે. હાઉસ ટુ હાઉસ ગણતરી શરૂ થાય તે પહેલાં 15 દિવસ માટે સ્વ-ગણતરી (Self Enumeration) પણ કરાશે. આ પ્રક્રિયા દ્વારા નાગરિકોને પોતાની માહિતી જાતે જ નોંધાવવાની તક મળશે. આ અંગેની સૂચના ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ (પ્લાનિંગ) દ્વારા ગુજરાત ગવર્નમેન્ટ ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. વસતિ ગણતરીને લઈને વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આગામી સમયમાં અધિકારીઓ તથા કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.

સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં વસતિગણતરીના સફળ અમલ માટે જિલ્લા, મહાનગરપાલિકા અને તાલુકા સ્તરે આઈટી સાધનો, વાહન માટે પીઓએલ  ખર્ચ અને કામગીરી માટે જરૂરી સાધનો માટે અલગ-અલગ બજેટ ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સ્તરે આ માટે 10 લાખ, જિલ્લા અને મહાનગરપાલિકા સ્તરે 5 લાખ અને તાલુકા સ્તરે 1 લાખ સુધીની જોગવાઈ રાખવામાં આવી છે. ગણતરીકારો અને સુપરવાઈઝરોને આધુનિક ટેક્નોલોજી આધારિત તાલીમ આપવામાં આવશે. મોબાઇલ એપ્લિકેશન અને CMMS પોર્ટલ દ્વારા ડેટા એકત્રિત કરી રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે. સમગ્ર દેશમાં આશરે 100 રાષ્ટ્રીય ટ્રેનર્સ, 2000 માસ્ટર ટ્રેનર્સ અને 44,000 ફીલ્ડ ટ્રેનર્સ દ્વારા લાખો ગણતરીકારોને તાલીમ આપવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code