1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચોટિલા હાઈવે પર બે હોટલમાં ચેકિંગ, 37 હજાર લિટર બાયો-ડીઝલનો જથ્થો પકડાયો
ચોટિલા હાઈવે પર બે હોટલમાં ચેકિંગ, 37 હજાર લિટર બાયો-ડીઝલનો જથ્થો પકડાયો

ચોટિલા હાઈવે પર બે હોટલમાં ચેકિંગ, 37 હજાર લિટર બાયો-ડીઝલનો જથ્થો પકડાયો

0
Social Share
  • હોટલના રસોઈઘર સહિત 5 ભૂર્ગભ ટાંકામાં બાયો ડીઝલનો જથ્થો છુપાવ્યો હતો
  • બાયો-ડીઝલ-ટેન્કર સહિત 39.71 લાખનો જથ્થો જપ્ત કરાયો
  • બન્ને હોટેલને સીલ કરી તેના માલિક સામે ગુનોં નોંધાયો

સુરેન્દ્રનગરઃ હાઈવે પરની કેટલીક હોટલોમાં ગેરકાયદે બાયો ડીઝલનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે જિલ્લાના ચોટીલા-રાજકોટ હાઈવે પર તંત્રએ બે હોટેલમાં ચેકિંગ કરીને બાયો ડીઝલનો મસમોટો જથ્થો પકડી પાડયો હતો. બે હોટલોમાંથી 37700 લીટર ગેરકાયદેસર પેટ્રોલ (બાયો ડીઝલ, એક ટેન્કર સહિત કુલ રૂા.39.71 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને હોટેલની સીલ મારી માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં નેશનલ હાઈવે પર બાયો ડીઝલનું ઘણા સમયથી ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. હલકી કક્ષાના બાયો ડીઝલ મોટાભાગે ટ્રક સહિત મોટા ભાર વાહનોમાં વપરાશમાં લેવામાં આવતુ હોય છે. અને તેના લીધે પ્રદૂષણ પણ વધી રહ્યું છે. દરમિયાન જિલ્લાના તંત્ર દ્વારા હાઈવે પરની હોટલોમાં બાયો-ડીઝલ વેચાય છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. અને બે હોટલો પર ચેકિંગ કરવામાં આવ્યું હતુ. મોટી મોલડી ગામ પાસે આવેલી યુપી-બીહાર-પંજાબી ઢાબા નામની હોટલમાં પાસ કરતા એક પતરાવાળી ઓરડીમાં ખુણાના ભાગે અંડરગ્રાઉન્ડ આરસીસીની ટાંકીમાં જ્વલનશીલ પેટ્રોલ (બાયોડિઝલ)નો જથ્થો સંગ્રહ કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ હોટલના બાથરૂમમાં પણ અંડરગ્રાઉન્ડ આરસીસીના ટાંકામાં જ્વલનશીલ પેટ્રોલનો જથ્થો સંગ્રહ કરેલી હાલતમાં મળી આવ્યો હતો. ખાનગી જમીનમાં ફાયર સેફટીના સાધનો વગર સંગ્રહ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત હોટલના માલિકની પુછપરછ કરતા પેટ્રોલની ખરીદી અંગેનું બીલ કે ઓથોરીટી લેટર, એનઓસી, તોલમાપ પ્રમાણપત્ર, પ્રદુષણ બોર્ડનું પ્રમાણપત્ર, સ્ટોક પત્ર, બીલ બુલ કે હિસાબી રેકર્ડ રજુ કર્યા નહોતા.

હોટલના માલિક જેઠુરભાઈ રામકુભાઈ ખાચર રહે.ઠીકરીયાળી દ્વારા ગેરકાયદેસર રીતે બાયો ડીઝલનો સંગ્રહ કરી તેનું વેચાણ કરતા હોવાનું જણાતા હોટલના ગ્રાઉન્ડમાંથી ટાંકીમાંથી  અંદાજે 3000 લીટર બાયો ડીઝલ અને બંનેને ટાંકામાંથી અંદાજે 32,૦૦૦ પેટ્રોલ (બાયોડિઝલ), ડિસપેસીંગ યુનીટ કિંમત રૂા. 18,000  ઈલેકટ્રીક જનરેટર કિંમત રૂા.50,૦૦૦, ટ્રક કિંમત રૂા.10 લાખ મળી કુલ રૂા.36,83,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને હોટલને પણ સીલ મારી કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ચોટિલા હાઈવે પર આવેલા ખુશ્બુ હોટલમાં પણ આકસ્મિક રીતે ચેકીંગ કરતા હોટલના રસોડામાં બનાવેલા પાકી પાણીની ટાંકીના ઉપરના ભાગે પથ્થરથી ઢાંકી ટાંકીઓમાં ગેરકાયદેસર જ્વલનશીલ પેટ્રોલ (બાયોડિઝલ)નો સંગ્રહ કર્યો હોવાનું જણાતા  તપાસ કરતા બાયોડિઝલ ભરવા માટેના ઉપયોગમાં લેવાતા નાના પીપ, ડોલ, પ્લાસ્ટીકના પાઈપ, નોઝલવગેરે મળી આવ્યું હતું અને  ફાયર સેફટીના સાધનો એન.ઓ.સી. સર્ટીફીકેટ, જીએસટી રજિસ્ટ્રેશન તેમજ પ્રદુષ્ણ નિયંત્રણ બોર્ડનું સર્ટીફીકેટ રજુ કર્યું નહોતું તેમજ સ્થળ પરથી 2700 લીટર ગેરકાયદેસર જ્વલનશીલ પેટ્રોલ અને પ્લાસ્ટીકના બેરલ, નાના બકેટ, ગેસના સગળા , ગેસ સિલિન્ડર, ડીવીઆર, ટેબલ, બાંકડા, લોખંડની ખાટલી સહિત કુલ રૂા.2,78,000નો મુદ્દામાલ કબ્જે કરી હાજર મળી ન આવેલ હોટલના માલીક વિક્રમભાઈ જોરૂભાઈ ધાંધલ રહે.ખેરડી, તા.ચોટીલાવાળા સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી તેમજ હોટલને પણ સીલ માર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code