
અમદાવાદઃ સરકાર માન્ય ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળની વાર્ષિક સમાન્ય સભા યોજાઈ હતી, જેમાં ચિરાગ સોલંકી બિનહરિફ રહેતા પ્રમુખ જાહેર કરાયા હતા. ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળ આખા ગુજરાત રાજ્યની સરકારી હોસ્પિટલનાં ફાર્માસિસ્ટનું પ્રતિનિધિત્વ કરે છે. મંડળનો કાર્યકાળ બે વર્ષનો હોય છે અને હોદ્દેદારોની ચૂંટણી પણ દર બે વર્ષે યોજાય છે.
અમદાવાદમાં દિલ્હી દરવાજાનાં મેન્ટલ હૉસ્પિટલ ખાતે ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળની વાર્ષિક સમાન્ય સભા (AGM) યોજાઈ હતી, જેમાં ચિરાગ સોલંકી બિનહરીફ રહેતા પ્રમુખ તરીકે જાહેર કરાયા છે. વર્ષ 2023-24 માં પ્રમુખે રાજીનામું આપતા ચિરાગ સોલંકીને 2024-25 વર્ષ માટે મહામંત્રી અને પ્રમુખની જવાબદારી પણ આપવામાં આવી હતી. હવે, તેઓ ફાર્માસિસ્ટનાં પ્રશ્નોને વાચા આપશે તથા સરકાર અને ફાર્માસિસ્ટ વચ્ચે એક મહત્ત્વની કડી બની પ્રશ્નોનું સુખદ અંત લાવવા પ્રયત્ન કરશે. ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળની વાત કરીએ તો આ મંડળની સ્થાપના 17 ડિસેમ્બર, 1973 નાં રોજ થઈ હતી. આ મંડળનો કાર્યકાળ બે વર્ષનો હોય છે અને હોદ્દેદારોની ચૂંટણી પણ દર બે વર્ષે યોજાય છે. આ મંડળ સમગ્ર રાજ્યની સરકારી હોસ્પિટલનાં ફાર્માસિસ્ટનું પ્રતિનિધિત્વ કરે છે.