Homeગુજરાતીગુજરાતરાજકોટમાં કોંગ્રેસ મ્યુનિ.કોર્પોરેશનના ઉમેદવારોની પ્રથમ યાદી 5મી એપ્રિલે જાહેર કરશે

રાજકોટમાં કોંગ્રેસ મ્યુનિ.કોર્પોરેશનના ઉમેદવારોની પ્રથમ યાદી 5મી એપ્રિલે જાહેર કરશે

રાજકોટ, 3 એપ્રિલ 2026: Congress to release first list of RMC candidates on April 5th  શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે રાજકોટમાં સૌરાષ્ટ્રના જિલ્લા-શહેર કોંગ્રેસ પ્રમુખો અને પ્રભારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી ચર્ચા કરી હતી. ગઈકાલે ગુરૂવારે શહેરના ગોંડલ ચોક નજીક ખાનગી રિસોર્ટમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. જેમાં રાજકોટ શહેર-જિલ્લા, જામનગર, પોરબંદર, દ્વારકા, સોમનાથ, જૂનાગઢ અને સુરેન્દ્રનગરના આગેવાનો સાથે ચૂંટણી લક્ષી ચર્ચા કરવામાં આવી હતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જીતના દાવા સાથે ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી ત્રસ્ત જનતા પરિવર્તનની શરૂઆત સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે આગામી 5 એપ્રિલે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે, જેમાં આરએમસીની ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર કરવામાં આવશે.

અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં જયારે 10,000 બેઠક પર ચૂંટણી યોજાવાની છે, ત્યારે અગાઉથી જ આ વખતે કોંગ્રેસ દ્વારા લોકો સુધી પહોંચી તેમની વ્યથા અને પ્રશ્નો જાણવાનો પ્રયાસ કર્યો હતો. ઉમેદવારો અંગે અને લોકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.કોંગ્રેસની ચૂંટણી સમિતિ પણ આગામી બે દિવસમાં પોતાની કાર્યવાહી શરૂ કરશે અને આ વખતે યુવાનોને પ્રાધાન્ય આપી 50 ટકા યુવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા નિર્ણય કરાયો છે.

સંબંધિત લેખો

Most Popular