1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગરમાં CPWDના આસિસ્ટન્ટ એન્જિનિયર રૂપિયા 4.52 લાખની લાંચ લેતા પકડાયા
જામનગરમાં CPWDના આસિસ્ટન્ટ એન્જિનિયર રૂપિયા 4.52 લાખની લાંચ લેતા પકડાયા

જામનગરમાં CPWDના આસિસ્ટન્ટ એન્જિનિયર રૂપિયા 4.52 લાખની લાંચ લેતા પકડાયા

0
Social Share

જામનગર, 3 એપ્રિલ 2026: Caught taking bribe રાજ્યમાં લાંચ-રૂશ્વતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક બનાવમાં જામનગરમાં સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ (CPWD) ના ક્લાસ-2 અધિકારી રૂપિયા 4.52 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. એન્ટી કરપ્શન બ્યુરોએ સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ (CPWD) ના ક્લાસ-2 અધિકારીને લાખોની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી કચેરીમાં જ એસીબીએ છટકું ગોઠવીને આ સફળ ટ્રેપ પાર પાડી હતી.

એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ ​ફરિયાદીના મિત્રને બે મહત્વના સ્થળોએ ઇલેક્ટ્રિક કામગીરીનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જામનગર-લાખાબાવડ હાઇવે પર નિર્માણ પામી રહેલા WHO ના દવા રિસર્ચ સેન્ટર ખાતે ઇલેક્ટ્રિક કામગીરી. દેવભૂમિ દ્વારકાના મોજપ ગામે આવેલા BSF મરીન ટ્રેનિંગ સેન્ટર ખાતે ઇલેક્ટ્રિક ફિટિંગની કામગીરી કરી હતી. ​આ કામગીરીના બાકી રહેલા બિલો મંજૂર કરવાના બદલામાં CPWD ના ઇલેક્ટ્રિક શાખાના મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીનાએ લાંચની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતા ન હોવાથી, જાગૃત નાગરિક (ફરિયાદી) દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

ફરિયાદના આધારે એસીબી રાજકોટ અને જામનગરની ટીમ દ્વારા ગઈકાલે તા. 02/04/2026 ના રોજ આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી CPWD ની કચેરીમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપી વિજયકુમાર મીનાએ પોતાની ચેમ્બરમાં જ ફરિયાદી સાથે વાતચીત કરી રૂા. 4,52,000/- ની માંગણી કરી હતી. જેવી લાંચની રકમ સ્વીકારવામાં આવી અને આરોપીએ ફોન પર લાંચ મળી ગઈ હોવાની કબૂલાત કરી, કે તુરંત જ એસીબીની ટીમે ત્રાટકીને તેને રંગેહાથ પકડી લીધો હતો. એસીબીની આ કડક કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારી સામે હાલ કાયદેસરની ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code