1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાયબર માફિયાઓએ નિવૃત ભૂસ્તરશાસ્ત્રીને ડિજિટલ એરેસ્ટ કરી 40 લાખ પડાવ્યા
સાયબર માફિયાઓએ  નિવૃત ભૂસ્તરશાસ્ત્રીને ડિજિટલ એરેસ્ટ કરી 40 લાખ પડાવ્યા

સાયબર માફિયાઓએ નિવૃત ભૂસ્તરશાસ્ત્રીને ડિજિટલ એરેસ્ટ કરી 40 લાખ પડાવ્યા

0
Social Share

ગાંધીનગર,2 જાન્યુઆરી 2026: Cyber ​​mafia digitally arrests retired geologist and extorts Rs 40 lakh ગુજરાત સરકાર ઢોલ પીટીને સાયબર માફિયા સામે લોકોને જાગૃત કરી રહી છે, છતાંયે ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાની ચૂંગાલમાં ફસાય રહ્યા છે. ગાંઘીનગરમાં રહેતા નિવૃત ભૂસ્તરશાસ્ત્રીને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા 40 લાખ પડાવ્યા છે. સાયબર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગરના સેક્ટર – 3સી શક્તિ ચોક પાસે પ્લોટ નંબર – 635/2માં રહેતા મોહમ્મદ અબુબક્ર મહમદઅલી ગાંધીનગર ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર કચેરી ખાતે ભૂસ્તર શાસ્ત્રી તરીકે ફરજ બજાવતા હતાં. હાલ નિવૃત છે. ગત 10 નવેમ્બર 2025ના રોજ તેમને કોઈએ ફોન કરીને TRAIમાંથી અરૂણ યાદવ બોલતો હોવાની ઓળખ આપી કહેલ કે, તમે તમારા આધાર કાર્ડ ખોટો ઉપયોગ કર્યો છે. TRAIએ તમારા પર એક કેસ કર્યો છે. જે અંગે 27 ઓક્ટોબર 2025ના રોજ ગુનો નોંધવામાં આવ્યો છે. તમારા આધાર કાર્ડ વાળા મોબાઈલ નંબરથી અલગ-અલગ વ્યક્તિઓને ધમકીઓ પણ આપવામાં આવી છે. આ વાતથી પૂર્વ ભૂસ્તરશાસ્ત્રી ફફડી ઉઠ્યા હતા. બાદમાં તેમને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવાનું કહી અરૂણ યાદવે ફોન ડાયવર્ટ કરી ઈન્સ્પેકટર સંદીપ રાવ સાથે વાત કરાવી હતી. જેમાં પણ તેમણે પોતે નિર્દોષ હોવાના ખુલાસા કર્યાં હતા. ત્યારબાદ ઠગ સંદીપ રાવે વીડિયો કોલ કરીને પૂર્વ ભૂસ્તર શાસ્ત્રીની પૂછતાછ કરી પરિવારની વિગતો મેળવી લીધી હતી. વીડિયો કોલ દરમિયાન પોલીસ ડ્રેસમાં એક વ્યક્તિ અને મુંબઈ પોલીસનો લોગો જોઈને પૂર્વ ભૂસ્તર શાસ્ત્રીએ નાના દીકરા સાથે રહેતા હોવાની વાત પણ જણાવી દીધી હતી. બાદમાં નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તેમના બેંક ખાતાનો ઉપયોગ થયાનો હાઉ ઉભો કર્યો હતો. જેથી કરીને પૂર્વ ભૂસ્તર શાસ્ત્રીએ પોતાના બેંક એકાઉન્ટમાં પડેલી રકમની સાથે નિવૃતિ સેવિંગના 40 લાખ આઇસીઆઈસીઆઈ ડીરેકટના ડિમેટ એકાઉન્ટ પડ્યા હોવાની પણ વિગતો આપી દીધી હતી. બાદમાં તેમની વાત એડીશનલ ડાયરેક્ટર કરણ શર્મા નામની વ્યક્તિ સાથે કરાવી હતી. જેણે પણ તેમની પૂછતાછ કરી હતી. બાદ નકલી ઈન્સ્પેકટર સંદીપ રાવે કોર્ટમાં રજૂ થવા માટે એફિડેવીટ લખાવી આધારા કાર્ડ, પાનકાર્ડ તથા પાસપોર્ટ સાઇજનો ફોટો સહી સાથે મેળવી લીધો હતો.  ત્યારબાદ તેણે રાત્રે ફોન ચાલું રાખી સુઈ જવાનુ અને દેશની સુરક્ષાને ધ્યાને લઈ આ બાબતે કોઈને જાણ નહીં કરવાની ગર્ભિત ધમકી આપી હતી.અને જયાં સુધી સુવો તે સમય બાદ કરતા દર બે કલાકે વોટ્સએપમાં રીપોટીંગ ટુ ઇન્સ્પેકટર સંદિપ રાવ, “I am safe, I am here, Nation secret is safe” જેવા મેસેજ કરવા મજબૂર કર્યા હતા. 11 નવેમ્બર 2025ના રોજ સવારના વોટ્સએપમાં આગળની વધુ તપાસ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ થવા માટે તૈયાર રહેવા મેસેજ આવ્યો હતો. એટલે પૂર્વ ભૂસ્તર શાસ્ત્રી વીડિયો કૉલથી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા અને કોર્ટમાં જ્જ , વકીલ, પોલીસ તથા એક આરોપી બતાવી કોર્ટની પ્રોસીજર પુર્ણ કરાવી હતી.

 જેની થોડીવારમાં તેમને કહેવાયું હતું કે, સુપ્રિમ કોર્ટનો આદેશ હોવાથી તમારા ડીમેટના એકાઉન્ટના તમામ રૂપિયા ઇન્કવાયરી અર્થે સુપ્રિમ કોર્ટમાં જમા કરાવવાના છે. અને ICICI ડાયરેક્ટ ડિમેટ એકાઉન્ટનો યુઝર આઈડી, પાસવર્ડ અને ઓટીપી મેળવી લીધો હતો. જેના થકી ડિમેટ એકાઉન્ટમાંથી તમામ શેર અને મ્યુચ્યુઅલ ફંડનું વેચાણ કરી નાખ્યું હતું. જ્યારે શેર વેચાણથી આવેલી રકમ રૂ. 28,00,000 અને મ્યુચ્યુઅલ ફંડના રૂ. 11,00,000 એમ મળી કુલ રૂ. 39,99,000 અલગ-અલગ બેંક ખાતાઓમાં આરટીજીએસ અને યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર કરાવી લીધા હતાં. બાદમાં ઇન્સ્પેકટર સંદિપ રાવે વોટ્સએપથી સ્કિન શેરીંગ કરી બન્ને વચ્ચેની તમામ ચેટ ડિલીટ મારી દીધી હતી. આખરે છેતરાયા હોવાની જાણ થતા પૂર્વ ભૂસ્તરશાસ્ત્રીએ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code