નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે બુધવારે વર્ષ 2023ની તામિલ ફિલ્મ પોન્નિયિન સેલવન 2 (PS2)માં સમાવિષ્ટ ગીત “વીરા રાજા વીરા”ને લઈને દાખલ કૉપિરાઇટ ઉલ્લંઘન કેસને રદ કરી દીધું છે. આ કેસ મ્યુઝિશિયન એ.આર. રહમાન દ્વારા દાખલ કરાયેલી અપીલને માન્યતા આપતા નિકાલ કરવામાં આવ્યો હતો. અરજદાર દગર બંધુઓના ગીત “શિવ સ્તુતિ” સાથે સમાનતા હોવાનું દાવો કરતો કેસ હતો.
હાઈકોર્ટની ડિવિઝન બેંચના જસ્ટિસ સી. હરીશંકર અને જસ્ટિસ ઓમ પ્રકાશ શુક્લાએ રહમાનની અપીલ પર ચુકાદો આપતા કહ્યું કે, “અપીલ માન્ય ઠરી છે અને સિંગલ જજના આદેશને સિદ્ધાંતોના આધાર પર રદ કરવામાં આવે છે.” હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, કૉપિરાઇટ ઉલ્લંઘનના મુદ્દે કોઈ તારણ નથી આપ્યું.
પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ઇન્ડિયન ક્લાસિકલ ગાયક ફૈયાજ વસીફુદ્દીન ડગરે સિંગલ જજ સામે કૉપિરાઇટ ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો હતો. કેસમાં દાવો કરવામાં આવ્યો હતો કે “વીરા રાજા વીરા” ગીત, તેમના પિતા નાસિર ફૈયાજુદ્દીન ડગર અને કાકા ઝહીરુદ્દીન ડગર દ્વારા રચાયેલ શિવ સ્તુતિ ગીતની નકલ છે.
ફૈયાજ વસીફુદ્દીન ડગરે જણાવ્યુ હતું કે, ગીતમાં બોલો અલગ છે, પરંતુ તાલ, લય અને સંગીતની રચના શિવ સ્તુતિ સાથે સમાન છે. આ ગીત જૂનિયર ડગર બંધુઓ દ્વારા ગ્લોબલ લેવલ પર રજૂ કરવામાં આવ્યું હતું અને પાન રેકોર્ડ્સના એલ્બમોમાં સમાવિષ્ટ હતું. હાઈકોર્ટના આ નિર્ણય પછી આર.એ. રહમાનની અને પોન્નિયિન સેલવન 2 ફિલ્મની રચનાત્મક મક્કમતા કાયદાકીય રીતે માન્ય બની છે.


