1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતભરમાં ધૂળેટીના રંગોત્સવ પર્વ ભારે હર્ષોલ્લાસથી ઊજવાયું
ગુજરાતભરમાં ધૂળેટીના રંગોત્સવ પર્વ ભારે હર્ષોલ્લાસથી ઊજવાયું

ગુજરાતભરમાં ધૂળેટીના રંગોત્સવ પર્વ ભારે હર્ષોલ્લાસથી ઊજવાયું

0
Social Share

અમદાવાદ, 04 માર્ચ 2026: Dhuleti Rangotsav festival celebrated with joy ગુજરાતભરમાં આજે ધૂળેટીના રંગોત્સવ પર્વની ભારે હર્ષાલ્લોસથી ઊજવણી કરવામાં આવી હતી. નાના બાળકથી લઈને સિનિયર સિટીઝનોએ પણ વિવિધ રંગો અને અબીલ-ગુલાલથી એકબીજાને રંગવાનો આનંદ માણ્યો હતો. અમદાવાદ સહિત મહાનગરોમાં પાર્ટી પ્લાટ્સ અને કલબોમાં રંગોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં દરેક સોસાયટીઓમાં લોકોએ એકબીજાના ઘરે જઈને ગુલાલનું તિલક કરીને શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાતભર આજે ધુળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી. દરેક તહેવારને હોંશે હોશેં ઉજવતા ગુજ્જુઓ આ તહેવારને પણ પોતાની આગવી સ્ટાઈલથી ઊજવ્યો હતો. મહાનગરોમાં યુવક-યુવતીઓએ એકબીજાને ભીંજવીને રંગોત્સવ મનાવ્યો હતો.  પ્રાઇવેટ પૂલ, ઓર્ગેનિક કલર, વોટર ટેન્કર, રેઈન ડાન્સ, કલર શોર્ટસ, વોટર ડ્રમ્સ અને વોટર બલૂન્સ સાથે રંગોની છોળો ઉડી હતી. અને  લોકોએ મોજથી ધૂળેટી રમી હતી

રાજકોટ શહેરના રેસકોર્સ રિંગરોડ પર આવેલ IPS બંગલો ખાતે રાજકોટ રેન્જ IG અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પરિવાર સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.  ધારાસભ્ય રમેશ ટીલાળાએ મિત્રો સાથે રંગોત્સવ ઉજવ્યો હતો. ભાવનગર, જામનગર સહિત શહેરોમાં પણ ધૂળેટીનું પર્વ મનાવવામાં આવ્યુ હતું.

મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પણ એકબીજાને ખાસડા (જૂતા) અને શાકભાજી મારીને ઊજવવામાં આવી હતી. જ્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાડવા પાટીયા પાસે હોળીની ગોઠ (બક્ષિસ) ન આપવા જેવી નજીવી બાબતે 8 થી 10 શખ્સોના ટોળાએ બે યુવકો પર લાકડી અને પથ્થર વડે હુમલો કરી તેમના માથા ફોડી નાખ્યા હોવાનો બનાવ બન્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code