
- નેચરલ ડાયમંડ કાઉન્સિલ દ્વારા કલર ડાયમંડનો રિપોર્ટ જાહેર,
- વાદળી રંગના હીરામાં 240 ટકા અને પીળા હીરામાં 50 ટકાનો વધારો,
- ફેન્સી કલર હીરા ઓછી માત્રામાં મળતા હોવાથી કિંમત વધારે રહે છે.
સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે તાજેતરમાં નેચરલ ડાયમંડ કાઉન્સિલે ફેન્સી કલર ડાયમંડનો સંશોધન રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટના તારણ મુજબ છેલ્લા 20 વર્ષમાં કિંમતમાં એવરેજ 205 ટકાનો વધારો થયો છે. જેમાં ગુલાબી ડાયમંડના ભાવમાં 395 ટકા વધારો જોવા મળ્યો છે. ફેન્સી કલર હીરા રેર હોવાથી માંગ વધી છે. ડેટા મુજબ, 2005થી ગુલાબી ડાયમંડની કિંમતમાં 395 ટકા, વાદળી રંગના ડાયમંડમાં 240 ટકા અને પીળા ડાયમંડમાં 50 ટકાનો વધારો નોંધાયો છે. ફેન્સી કલરના હીરા સુંદર હોવા સાથે ઓછી માત્રામાં મળતા હોવાથી કિંમત વધારે રહેતી હોય છે. વિશ્વમાં કેનેડા, બોત્સ્વાના, દક્ષિણ આફ્રિકા, સિયેરા લિયોન અને બંધ થયેલી ઓસ્ટ્રેલિયાની આર્ગાઇલ ખાણોમાંથી ફેન્સી હીરા વધારે પ્રમાણમાં મળી આવતા હતાં. નેચરલ ફેન્સી કલર ડાયમંડ રેર હોવાથી સંગ્રહકારો, જ્વેલરી માટે જ્વેલર્સ અને રોકાણકારો દ્વારા ખરીદવામાં આવે છે. બોત્સ્વાના, દક્ષિણ આફ્રિકા, સિયેરા લિયોન અને બંધ થયેલી ઓસ્ટ્રેલિયાની આર્ગાઇલ ખાણોમાંથી ફેન્સી હીરા વધારે પ્રમાણમાં મળી આવતા હતાં. નેચરલ ફેન્સી કલર ડાયમંડ રેર હોવાથી સંગ્રહકારો, જ્વેલરી માટે જ્વેલર્સ અને રોકાણકારો દ્વારા ખરીદવામાં આવે છે.
નેચરલ ડાયમંડ કાઉન્સિલના સૂત્રોના કહેવા મુજબ નેચરલ સામે રંગીનનો હિસ્સો 0.001 ટકા હોવાથી રેર છે, જેથી માંગ વધુ અને સપ્લાય ઓછો છે. વૈશ્વિક લક્ઝરી બજારની સાથે આ હીરા હાઇ જ્વેલરી ડિઝાઇન, રોકાણ પોર્ટફોલિયો અને વૈશ્વિક હરાજીમાં મોખરે છે.