અમદાવાદ, 30 માર્ચ 2026: Gujarati family’s car overturns near Ajmer રાજસ્થાનમાં આવેલા સુપ્રસિદ્ધ ખાટુ શ્યામના દર્શન કરીને કારમાં પરત ફરી રહેલા ગુજરાતી પરિવારની કારને અજમેર પાસે અકસ્માત થતાં કારચાલકનું મોત નિપજ્યું હતું જ્યારે પરિવારના બે બાળકો સહિત કુલ પાંચ સભ્યો ગંભીર રીતે ઈજાઓ થતાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની એવી વિગત જાણવા મળી છે કે, રાજસ્થાનમાં ગુજરાતી પરિવાર ફરવા ગયો હતો, જ્યાં ગુજરાતી પરિવાર ખાટૂ શ્યામ મંદિરના દર્શન કરી પોતાની ઈકો કારમાં ગુજરાત પરત ફરી રહ્યો હતો. ત્યારે અજમેરના દોરાઈ વિસ્તાર પાસે ડ્રાઈવરે અચાનક કાર પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચા ઉડી ગયા હતા.આ અકસ્માતમાં કાર ચાલક સોહનલાલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે એક જ પરિવારના 5 સભ્યોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જેમાં 2 માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. બંને બાળકોની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટનાની જાણ થતા જ રામગંજ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ પોલીસે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અજમેરની જેએલએન (JLN) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


